Sat,27 April 2024,8:20 am
Print
header

કિરણ પટેલ 10 જ વિઝિટિંગ કાર્ડ છપાવતો હતો, પોલીસ પૂછપરછમાં કરી કબૂલાત- Gujarat Post

અમદાવાદઃ મહાઠગ કિરણ પટેલની હાલ પૂછપરછ ચાલી રહી છે. જેમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. કાશ્મીરમાં નકલી પીએમઓ ઓફિસરની ઓળખ આપીને રોલો પાડનારા કિરણ પટેલની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરીને હાલ રિમાન્ડ પર અલગ પ્રકારે તપાસ શરૂ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલે પોતે પ્રધાનમંત્રી કાર્યાલયનો અધિકારી હોવાની ઓળખ આપવા માટે જે વિઝિટીંગ કાર્ડ છપાવ્યાં હતા તેની તપાસ કરી હતી. મણિનગર ચાર રસ્તા પાસે મહાલક્ષ્મી માર્કેટમાં આકાંક્ષા ક્રિએશન નામની દુકાનમાં તેણે વિઝિટીંગ કાર્ડ છપાવ્યાં હતા.એક સાથે માત્ર 10-10 જ વિઝિટીંગ કાર્ડ જ છપાવતો હતો. જે કલર પ્રિન્ટમાં કરાવેલા હતા. જેનું ઓથોરિટી પ્રમાણપત્ર માંગવામાં આવ્યું હતું તે પણ તેણે રજૂ કર્યું ન હતું. 

આરોપી કિરણ પટેલ જે સરકારી અધિકારીઓને ફાળવેલા આવેલા નંબરો છે તે ભળતા નંબરનો ઉપયોગ કરતો હતો આ મોબાઈલ નંબરની પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી તો જાણવા મળ્યું કે મણીનગર વિસ્તારમાં વોડાફોન સ્ટોરમાંથી તેણે ખરીદ્યું હતું, જો કે ક્રાઈમ બ્રાન્ચે આ સ્ટોર પર તપાસ કરી તો હાલમાં આ સ્ટોર બંધ હતો,જેથી કંપની પાસેથી આની વિગત મેળવવાની તજવીજ શરૂ કરી છે. એડિશનલ ડાયરેક્ટર પીએમઓ લખેલા કાર્ડ ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં બનાવડાવ્યાં હતા. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch