Mon,20 May 2024,6:48 pm
Print
header

ગાંધીનગરઃ PM મોદીએ ડિફેન્સ એક્સ્પોનું કર્યુ ઉદ્ઘઘાટન, કહ્યું આ નવા ભારતની શરૂઆત- Gujarat Post

(તસવીર સૌજન્યઃ એએનઆઈ)

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં છે. આજે તેમણે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પોનું ઉદ્ઘઘાટન કર્યું છે,જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. અહીં મોટી સંખ્યામાં વિદેશી પ્રતિનિધીઓ હાજર રહ્યાં છે.

મોદીએ કહ્યું કે આપણા દેશમાં પહેલા પણ ડિફેન્સ એક્સ્પો થતા હતા. આ વખતનું આયોજન નવી શરૂઆતનું પ્રતિક છે. આ પહેલો એવો ડિફેન્સ એક્સ્પો છે જેમાં માત્ર ભારતીય કંપનીઓ ભાગ લઈ રહી છે અને મેડ ઈન ઈન્ડિયા જ ઉપકરણો છે. ડિફેન્સ એક્સ્પોનું આયોજન નવા ભારતની તસવીર છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, ડિફેન્સ એક્સ્પો આત્મનિર્ભર ભારતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. યુવાઓની શક્તિ, સંકલ્પ, સાહસ અને સામર્થ્યનું ઉદાહરણ છે. પ્રથમ વખત 450થી વધુ MOU થયા છે. ક્ષમતા અને સંભાવના એમ બંનેનો સમન્વય અહીં થયો છે. મિશન ડિફેન્સ સ્પેસ દેશના ખાનગી સેક્ટરને પોતાનું સામર્થ્ય દેખાડવાનો અવસર આપશે. ભારતની સ્પેસ ટેકનોલોજીનો લાભ નાના દેશોને થઈ રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું ડિફેન્સ એક્સ્પોથી ગુજરાતની ઓળખને નવી ઉંચાઇ મળશે.ડીસા આંતરરાષ્ટ્રીય સરહદથી ફક્ત 130 કિ.મી. દૂર છે. ડીસા, બનાસકાંઠા, પાટણ જિલ્લાનો સિતારો ચમકી રહ્યો છે. કોંગ્રેસની સરકારોએ કંઈ જ ન કર્યું. દેશની સુરક્ષાનું પ્રભાવી કેન્દ્ર ડીસા બનશે. બનાસકાંઠા, પાટણ ગુજરાતમાં સૌર શક્તિનું કેન્દ્ર બનીને ઉભર્યું. એ જ બનાસકાંઠા, પાટણ દેશ માટે વાયુ શક્તિનું કેન્દ્ર બનશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch