Wed,15 May 2024,1:52 am
Print
header

DRI નું મુદ્રા પોર્ટ પર ઓપરેશન, રૂ.16 કરોડની કિંમતની ગેરકાયદેસર રીતે લવાયેલી સિગારેટ કરાઇ જપ્ત

સિગારેટનો મોટો જથ્થો કરવામાં આવ્યો જપ્ત

કરોડો રૂપિયાનો માલ પકડાઇ ગયો

અમદાવાદઃ DRI (Directorate of Revenue Intelligence) એ ફરી એક વખત મોટું ઓપરેશન પાર પાડ્યું છે, આ વખતે પણ મુદ્રા પોર્ટ પર સપાટો બોલાવી દીધો છે. મુંદ્રા પોર્ટ પર ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલી રુપિયા 16 કરોડની સિગારેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. માફિયાઓ દ્વારા અહીં અનેક વસ્તુઓનું સ્મગલિંગ કરવામાં આવી રહ્યું છે, અન્ય વસ્તુઓની આડમાં સિગારેટ, સોપારી, ઇ-સિગારેટ જેવી વસ્તુઓ અહીં લાવવામાં આવી રહી છે.

ડીઆરઆઇની ટીમે તપાસ કરી તો જાણવા મળ્યું કે રેડિમેડ ગારમેન્ટની આડમાં વિદેશથી સિગારેટનો જથ્થો લાવવામાં આવ્યો હતો, કન્ટેનરની તપાસ કરતા તેમાંથી અંદાજે 80 લાખ નંગ સ્ટીક મળી આવી હતી. કંબોડિયા ફનોમ પેન્હ બંદરેથી આ જથ્થો મુદ્રા પોર્ટ પર લાવવામાં આવ્યો હતો.

ગોલ્ડફ્લેક બ્રાન્ડની સિગારેટના પાર્સલ પર મેડ ઇન તુર્કી અને મેડ ઇન ઇન્ડિયા લખેલું હતુ, આ કન્સાઇનમેન્ટ કઇ કંપની દ્વારા લાવવામાં આવ્યું હતુ તે દિશામાં ડીઆરઆઇએ તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch