Fri,26 April 2024,2:00 pm
Print
header

કોસંબા નજીક એક ડમ્પર પાછળ લકઝરી બસ ઘૂસી ગઈ, બે મુસાફરોનાં મોત- Gujarat Post

રાજ્યમાં જીવલેણ અકસ્માતનો વણથંભ્યો સિલસિલો

દ્વારકામાં લગ્ન પહેલા જ યુવકના મોતથી પરિવાર શોકમગ્ન

ભરૂચઃ રાજ્યના રોડ રસ્તા પર છેલ્લા થોડા દિવસોથી યમરાજાના આંટા ફેરા વધ્યા હોય તેમ જીવલેણ અકસ્માતોનો સિલસિલો શરૂ છે. આજે અમદાવાદ-મુંબઈ હાઇવે પર કોસંબા નજીક અકસ્માત સર્જાયો હતો. રોડની સાઈડ પર ઉભેલા ડમ્પર પાછળ લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી. જેમાં બસમાં સવાર મુસાફરોમાંથી બે મુસાફરોના ઘટના સ્થળે મોત થયા હતા.અન્ય ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતને લઈ કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી તરફ દ્વારકાના ભાટિયા નજીક પૂરપાટ જતી કારની અડફેટે બાઇક સવાર બે મિત્રોના મોત થયા છે. દ્વારકા - જામનગર હાઇ-વે પર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. બંને મિત્રો બાઇક લઇને ઝાકસીયા ગામે સમૂહલગ્ન પ્રસંગે જતા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંનેના મોત થયા. મૃતકમાંથી એક યુવાનના 15મી ફેબ્રુઆરીએ લગ્ન હતા. લગ્ન પહેલા યુવકનું મોત થતાં પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch