Sat,27 April 2024,9:53 am
Print
header

ભાજપ 156 નહીં પણ 159 ધારાસભ્યો સાથે બનાવી શકે છે સરકાર ! ધવલ ઝાલા સહિત 3 અપક્ષો ભાજપ સાથે જઇ શકે છે

ગાંધીનગરઃ આવતીકાલે ભાજપ સાતમી વખત સરકાર બનાવવા જઇ રહી છે. 182માંથી ભાજપને 156 બેઠકો મળી છે, કોંગ્રેસને 17 અને આપને 5 બેઠકો મળી હતી, જ્યારે અપક્ષો પણ ચુંટણી જીત્યાં છે, હવે ભાજપ સામે બળવો કરીને ચૂંટણી જીતેલા અપક્ષો પણ ભાજપ સાથે જઇ શકે છે. બાયડથી અપક્ષ ચૂંટણી જીતેલા ધવલસિંહ ઝાલા, ધાનેરાથી જીતેલા માવજી દેસાઇ અને વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપને ટેકો આપી શકે છે, આ ત્રણેય નેતાઓ ભાજપને ટેકો જાહેર કરી શકે છે.

આ ત્રણે નેતાઓની એક બેઠક મળી હતી, જ્યાં આગામી રણનીતિ પર ચર્ચા થઇ છે, જો આ ત્રણેય વિપક્ષો ભાજપ સાથે જશે તો ભાજપ 156 નહીં પરંતુ 159 ધારાસભ્યો સાથે સરકાર બનાવશે. 

નોંધનિય છે કે આ નેતાઓને ભાજપે ટિકિટ ન આપતા તેઓ અપક્ષ ચૂંટણી લડ્યાં હતા અને જીત્યાં હતા. હવે તેઓ પાછા ભાજપમાં જઇ શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch