Sat,27 April 2024,1:08 am
Print
header

આંગડિયા પેઢી મારફતે લાંચ લેનારા આ મહિલા તલાટી આવી ગયા એસીબીના સકંજામાં- Gujarat Post

નર્મદાઃ સુરત ACBની ટીમે અલગ મોડેસ ઓપરેન્ડીથી લાંચ લેનારા મહિલા તલાટીને ઝડપી લીધા છે. નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના નરખડી ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલ સુરત ACBના છટકામાં ફસાઈ ગયા છે. નીતા પટેલ દ્વારા રૂપિયા 1 લાખની લાંચ ખેતરમાં ઘર નંબર પર વીજ મીટર કનેક્શન આપવા લેવાઇ હતી. તલાટી નીતા પટેલે લાંચની રકમને હાથો હાથ સ્વીકારવાની જગ્યાએ આંગડિયા મારફતે ગાંધીનગર રહેતા મહેશ આહાજોલીયા નામના વ્યક્તિને મોકલવા માટે જણાવ્યું હતું. જમીન માલિક લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે સુરત ACBની ટીમનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી.

નાંદોદ તાલુકાના નરખડી ગામમાં આવેલા ફરિયાદીના ખેતરમાં બિયારણ, ખાતર, દવાઓ જેવો સામાન મુકવા અને ખેત મજૂરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવમાં આવી હતી. જેમાં વીજ મીટરની જરુરીયાત હોવાથી ગ્રામ પંચાયતમાં મીટર માટે ખેતરમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજુરી મેળવવા અરજી કરવામાં આવી હતી.અરજીની કાર્યવાહી આગળ વધતી ન હતી. કારણ કે આ મહિલાકર્મીને રૂપિયા પડાવવા હતા.

આ કાર્યવાહી આગળ વધારવા નરખડી ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલ દ્વારા જમીન માલિક પાસે રૂ 1 લાખની લાંચ માંગવામાં આવી હતી.લાંચની રકમ આંગડીયા મારફતે ગાંધીનગરમાં રહેતા ખાનગી વ્યક્તિ મહેશ અમૃતભાઇ આહજોલીયાને આપવા જણાવ્યું હતું. આ અંગે જમીન માલિકે સુરત ACBની ટીમને જાણ કરી હતી.આ ફરિયાદ બાદ ACBએ છટકું ગોઠવ્યું હતું.જેમાં ગાંધીનગર આંગડિયા પેઢી પરથી લાંચની રકમ સ્વીકારનાર મહેશ રંગે હાથ ઝડપાઇ ગયો છે અને નીતા પટેલ પણ સકંજામાં આવી ગઇ છે. એસીબીના આ ઓપરેશનથી આવી રીતે લાંચ લેનારાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે, છેલ્લા ઘણા સમયથી એસીબીની કામગીરીના વખાણ થઇ રહ્યાં છે, તમારી પાસે પણ કોઇ આવી રીતે લાંચની માંગ કરે છે તો તમે પણ એસીબીનો સંપર્ક કરી શકો છો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch