Sat,27 April 2024,8:09 am
Print
header

કોંગ્રેસની તૈયારીઓ તેજ, રાહુલ ગાંધી અમરેલીમાં ગજવશે સભા- Gujarat Post

અમરેલી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે તૈયારીઓ તેજ કરી છે. તમામ પક્ષો સ્ટાર પ્રચારકોની રેલીના આયોજનમાં લાગી ગયા છે. ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસે મિશન 2022 માટે રાહુલ ગાંધીની સભાનું આયોજન કર્યું છે. રાહુલ 22મી નવેમ્બરે ગુજરાત આવી શકે છે.

સૌરાષ્ટ્ર ઝોન અને દક્ષિણ ગુજરાતમાં રાહુલ ગાંધી જંગી જાહેરસભા સંબોધી શકે છે. રાહુલ ગાંધી એક જ દિવસ બે જાહેરસભા કરે તે માટે કોંગ્રેસ દ્વારા આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત અમરેલી જિલ્લામાં રાહુલ સભા કરી શકે છે. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં સભાનું આયોજન થઈ રહ્યું છે. રાહુલ ગાંધીની સભા માટે આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખ અમરેલી હતા. તેમને જિલ્લાના તમામ ઉમેદવારો તથા સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી.

2017માં અમરેલી જિલ્લાની પાંચેય સીટો પર કોંગ્રેસનો વિજય થયો હતો. આ વખતે પણ કોંગ્રેસ અહીં આવું પુનરાવર્તન થાય તે માટે રાહુલ ગાંધીની સભાનું આયોજન કરી રહી છે. અમરેલી, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. 8 ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch