Fri,26 April 2024,8:39 pm
Print
header

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 50 ટકા નવા ચહેરાને આપી શકે છે તક, કોંગ્રેસમાં મોટાભાગના ધારાસભ્યો રિપીટ- Gujarat Post

(ફાઇલ  તસવીર)

ભાજપ 150 પ્લસ બેઠકો જીતીને સર્જવા માંગે છે રેકોર્ડ

આમ આદમી પાર્ટી બગાડી શકે છે ભાજપનું ગણિત

કોંગ્રેસ જૂના જોગીઓને કરશે રિપીટ

અમદાવાદઃ નવરાત્રી દરમિયાન ગમે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ પૂરો કરીને જાય પછી તરત જ ચૂંટણી પંચ બે તબક્કામાં તારીખ જાહેરાત કરશે તેમ સૂત્રોનું કહેવું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભાજપ 100 સીટો પર નવા ઉમેદવારોને ટિકિટ આપી શકે છે. એટલે કે 50 ટકાથી વધુ સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે.વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારી સંબંધી એકથી વધુ સર્વે કરાવી લીધા છે. સત્તા વિરોધી માહોલને દૂર કરવા 50 ટકાથી વધારે ઉમેદવારોને બદલીને નવા ચહેરાને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે. ભાજપ દ્વારા ગત વર્ષે મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓ સુધીની આખી સરકાર બદલીને નવતર પ્રયોગ કરાયો હતો.

ગુજરાત મોદી અને શાહનું ગૃહ રાજ્ય હોવાથી ભાજપ માટે વિધાનસભા ચૂંટણી મહત્વની છે તેઓ તેમાં કોઈ બાંધછોડ કરવા માંગતા નથી.  આ કારણોસર ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. કોંગ્રેસ માત્ર નામની વિપક્ષ છે. તેવામાં આદ આદમી પાર્ટીની મજબુતીથી ભાજપની ચિંતા વધી છે.150 પ્લસ સીટો કેવી રીતે જીતવી તેની વ્યૂહરચના શરૂ કરી છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા નવરાત્રી દરમિયાન ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. જેમાં મોટાભાગે જૂના જોગીઓને રિપીટ કરાશે. સ્ક્રીનિંગ કમિટી અને ઈલેકશન કમિટીની બેઠકોમાં નામો નક્કી થઈ ગયા હોવાનું ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીએ ચૂંટણી તારીખ પહેલા ત્રણ તબક્કામાં ઉમેદવારોની યાદી જાહેર કરીને રાજ્યના રાજકારણમાં નવો ચીલો ચાતર્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch