Fri,20 September 2024,1:42 pm
Print
header

ગાંધીનગરના લોકસભા ઉમેદવાર અમિત શાહ પાસે કેટલી છે સંપત્તિ ? કેટલા રૂપિયાની છે લોન ? એફિડેવિટમાં આવ્યું સામે

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (union home minister Amit Shah) શુક્રવારે (19 એપ્રિલ) ગાંધીનગર લોકસભા બેઠક (Gandhinagar lok sabha seat) પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન તેમણે એફિડેવિટ (affidavit) પણ ફાઈલ કરી હતી, જેમાં માહિતી આપી છે કે તેમની પાસે કેટલી પ્રોપર્ટી છે. તેમની પાસે કેટલા વાહનો છે. ઉપરાંત ગૃહમંત્રી પાસે કેટલું સોનું અને ચાંદી છે તેની પણ એફિડેવિટમાંથી માહિતી આપી છે. આ સોગંદનામામાં અમિત શાહની નેટવર્થની સંપૂર્ણ માહિતી હતી.

અમિત શાહે એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની પાસે 36 કરોડ રૂપિયાની જંગમ અને અચલ સંપત્તિ છે. તેમની પાસે પોતાની કોઈ કાર નથી. શાહે માહિતી આપી છે કે તેમની પાસે 20 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે, જ્યારે સ્થાવર મિલકતની કિંમત 16 કરોડ રૂપિયા છે. એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની પાસે 72 લાખ રૂપિયાનું સોનું અને ચાંદી છે, જ્યારે તેમના પત્નીની માલિકીની જ્વેલરી 1.10 કરોડ રૂપિયાની છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

ગૃહમંત્રી અમિત શાહના પત્ની સોનલબેન શાહ પાસે રૂ. 31 કરોડની સંપત્તિ છે, જેમાં રૂ. 22.46 કરોડની જંગમ સંપત્તિનો સમાવેશ થાય છે, સ્થાવર સંપત્તિ રૂ. 9 કરોડની છે. એફિડેવિટ મુજબ અમિત શાહના નામે 15.77 લાખ રૂપિયાની લોન પણ ચાલી રહી છે,  તેમના પત્નીના નામે 26.32 લાખ રૂપિયાની લોન છે. 2022-23માં ભાજપના નેતાની વાર્ષિક આવક 75.09 લાખ રૂપિયા હતી. આ સમયગાળા દરમિયાન તેમની પત્નીની આવક 39.54 લાખ રૂપિયા હતી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch