Mon,29 April 2024,2:52 am
Print
header

ગુજરાતમાં 70 માળની બિલ્ડીંગોની પરવાનગીના નિર્ણયને બિલ્ડરોએ આવકાર્યો

રોજગારીના નિર્માણ સાથે વિકાસના નવા રસ્તા ખુલશે

અમદાવાદઃ ગુજરાત સરકારે રાજ્યના પાંચ મહાનગર પાલિકાઓ અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ અને વડોદરામાં 70 માળ સુધીની ઇમારતો બનાવવાની મંજૂરી આપતા બિલ્ડરોએ આ નિર્ણયને વધાવ્યો છે. જે અંગે ગાયહેડના પ્રમુખ અને અમદાવાદના જાણીતા બિલ્ડર જક્ષય શાહે જણાવ્યું હતું કે સરકારનો ઐતિહાસિક નિર્ણય છે.જેના કારણે માત્ર રીયલ એસ્ટેટમાં જ નહીં પણ ગુજરાતના વિકાસમાં નોંધપાત્ર ફેરફાર થશે. ખાસ કરીને બિલ્ડરને અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરવાને બદલે એક જ પ્રોજેક્ટ પર ધ્યાન આપી શકશે.

રાજ્ય સરકારના આ નિર્ણય પછી જમીનની અછત પણ ઘટશે. ખાસ કરીને લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરો તરફ આવી રહ્યાં છે ત્યારે મકાનોની માગ પુરી થશે.શહેરી વિસ્તારનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ખેતીલાયક જમીનની ઘટ પડી રહી છે. તે પ્રશ્ન હવે આ નિર્ણયથી હલ થશે. તેવી જ રીતે રોજગારીનું નિર્માણ થવાની સાથે એફોર્ડેબલ હાઉસીંગને કારણે મકાનો સસ્તા બનશે. લોકોને થોડા સસ્તા દરે શહેરોમાં મકાનો ઉપલબ્ધ થશે. બિલ્ડરોએ ભાજપ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. હવે મોટા શહેરોમાં ઉંચા ઇમારતો ટૂંક સમયમાં જ જોવા મળશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch