Mon,29 April 2024,12:16 pm
Print
header

અનલોક- 2માં કોરોનાની સ્થિતિ બેકાબુ બનતા વેપાર ધંધા સ્વંયભૂ લોકડાઉન તરફ

ઊંઝામાં એશિયાનું સૌથી મોટું બજાર અને સુરતમાં આવેલું દેશનું સૌથી મોટુ બોમ્બે માર્કેટ બંધ 

ફાઇલ ફોટો

હિરેન ઉપાધ્યાય, અમદાવાદ

મહેસાણાઃ કોરોના સંક્રમણની વચ્ચે રાજ્ય સરકારે અનલોક- 2 માં વેપાર ધંધાને છુટછાટ આપી છે, ત્યારે આ બધાની વચ્ચે કોરોનાનાં કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણને રોકવા રાજ્યના વિવિધ વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક બંધ પાડવામાં આવી રહ્યો છે. સુરતમાં આવેલું અને ભારતનું સૌથી મોટું કાપડ માર્કેટ, 'બોમ્બે બજાર' , 31 જુલાઈ સુધી બંધ રાખવામાં આવશે. આજથી 25 જુલાઈ સુધી ઊંઝા માર્કેટ યાર્ડ બંધ રાખવાના નિર્ણય બાદ હવે બોટાદ માર્કેટિંગ યાર્ડને પણ આજથી 26 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં કોરોના ની એન્ટ્રી થતાની સાથે જ લોકોએ સ્વયંભૂ બપોરે 2 વાગ્યે જ દુકાનો બંધ કરી સતર્કતા દાખવી છે. ઉપરાંત દિવના શાકમાર્કેટ 3 દિવસ બંધ રહેશે. અમરેલી શહેરમાં આજથી 25 જુલાઈ સુધી પાન, મસાલા, ચા નાસ્તાની લારીઓ અને દુકાનો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યાં છે. ઉપરાંત જામનગર અને ધ્રોલ નગરપાલિકામાં પણ 26 જુલાઈ સુધી પાન, મસાલા, ચા-નાસ્તાની લારીઓ , અને દુકાનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણને અંકુશમાં લેવા માટે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં  6 દિવસ માટે જનતા લોકડાઉન પાળવાનો વેપારીઓએ નિર્ણય લીધો છે.જે અંતર્ગત 23 જુલાઈ સુધી નગરની તમામ દુકાનો સંપૂર્ણ પણે બંધ રહેશે. જ્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો સવારે 8 થી 11 વાગ્યા સુધી ખુલી રાખી શકાશે. ગીરનું હબ ગણાતા સાસણમાં પણ કોરોના સંક્રમણની અસર જોવા મળી રહી છે. ગ્રામ પંચાયત, વેપારી એસોસિએશન અને વહીવટી તંત્રની એક બેઠક મળી હતી, જેમાં સાસણ-ગીરમાં ચાર દિવસનું લોકડાઉન પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી આજથી ગુરુવાર સુધી એટલે કે ચાર દિવસ સુધી સાસણ-ગીરમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેને પગલે સાસણ આજે સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch