Fri,26 April 2024,5:52 pm
Print
header

વિશ્વની જાણીતી કંપની કેકેઆર રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં રુ.11,367 કરોડનું કરશે રોકાણ

મુંબઇઃ રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝ લિમિટેડની ભારતની સૌથી મોટી ડિજિટલ સર્વિસ કંપની જિયો પ્લેટફોર્મ લિમિટેડમાંં   ટેકનોલોજી ક્ષેત્રમાં વધુ રોકાણ આવ્યું છે, અમેરિકાની જાણીતી કંપની કેકેઆર રિલાયન્સમાં રુ.11,367 કરોડનું રોકાણ કરશે. એશિયામાં કેકેઆરનું અત્યાર સુધીનું આ સૌથી મોટું રોકાણ છે. આ રોકાણ બાદ તે જીઓ પ્લેટફોર્મમાં 2.32 ટકાનો હિસ્સો મેળવશે. આ રોકાણથી જિયો પ્લેટફોર્મનું ઇક્વીટી  મુલ્ય 4.91 કરોડ થયું છે અને એન્ટરપ્રાઇઝનું મૂલ્ય 5.16 લાખ કરોડ થયુ છે. એક મહિના દરમિયાન જિયો પ્લેટફોર્મામાં વિશ્વના અગ્રણી કંપની ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા, જનરલ એટલાન્ટિક અને કેકેઆર દ્વારા કુલ રુ. 78,562 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિઓ પ્લેટફોમર્સ અધતન ટેકનોલોજી ધરાવતી કંપની છે, જે સંપૂર્ણ ભારતમાં 388 મિલિયન સબસ્ક્રાઇબરને ઉચ્ચ ગુણવતાયુક્ત અને વ્યાજબી ડિજિટલ સેવાઓ આપે છે. 

જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલીટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ અને મિક્સ્ડ રિયાલિટી અને બ્લોકચેઇન દ્વારા એની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. કેકેઆરની સ્થાપના 1976માં થઈ હતી અને કંપની આંતરરાષ્ટ્રીય સ્તરના ઉદ્યોગસાહસો ઊભા કરવાનો અને ટેકનોલોજી ક્ષેત્રમાં વ્યવસાયોમાં સફળતાપૂર્વક રોકાણ કરવાનો લાંબો રેકોર્ડ ધરાવે છે. કંપનીએ બીએમસી સોફ્ટવેર, બાઇટડાન્સ અને ગોજેકમાં પ્રાઇવેટ ઇક્વિટી અને ટેકનોલોજી ગ્રોથ ફંડ દ્વારા રોકાણ કર્યું છે. કંપનીએ શરૂઆતથી અત્યાર સુધી ટેક કંપનીઓમાં 30 અબજ ડોલર (કુલ એન્ટરપ્રાઇઝ વેલ્યુ)નું રોકાણ કર્યું છે અને અત્યારે કંપનીનાં ટેકનોલોજી પોર્ટફોલિયોમાં ટેકનોલોજી, મીડિયા અને ટેલીકોમ ક્ષેત્રની 20થી વધારે કંપનીઓ છે. ઉપરાંત કેકેઆર માટે ભારત મુખ્ય સ્ટ્રેટેજિક માર્કેટ છે અને વર્ષ 2006થી કંપની દેશમાં રોકાણ કરી રહી છે.આ સમજૂતી પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “અમે તમામ ભારતીયોના લાભ માટે ભારતીય ડિજિટલ ઇકોસિસ્ટમને વિકસાવવા અને પરિવર્તન કરવાની સફર શરૂ કરી છે, જેમાં દુનિયામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત નાણાકીય રોકાણકારો પૈકીની એક કંપની કેકેઆરને વેલ્યુ પાર્ટનર તરીકે આવકારવાનો મને આનંદ છે. ભારતમાં પ્રીમિયર ડિજિટલ સોસાયટીનું નિર્માણ કરવાના અમારા મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક જેવું વિઝન કેકેઆર ધરાવે છે. કેકેઆર ઉદ્યોગમાં અગ્રણી ફ્રેન્ચાઇઝી તરીકેનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે અને ભારતમાં ઘણા વર્ષોથી કટિબદ્ધ છે. અમે જિયોના વિકાસ માટે કેકેઆરના ગ્લોબલ પ્લેટફોર્મ, ઉદ્યોગની જાણકારી અને કાર્યકારી કુશળતાનો ઉપયોગ કરવા આતુર છીએ.”

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch