Sun,05 May 2024,6:52 am
Print
header

Fact Check: શું ચૂંટણી પંચે EVM પર પ્રતિબંધનો નિર્ણય કર્યો છે ? જાણો વાયરલ દાવાની હકીકત- Gujarat Post

Gujarat Post Fact Check News: ચૂંટણી પંચ ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરશે. દરમિયાન એક રાષ્ટ્ર એક ચૂંટણી અને ઇવીએમ પરની ચર્ચાએ વેગ પકડ્યો છે. ચૂંટણીની તારીખોની જાહેરાતના અહેવાલો વચ્ચે સોશિયલ મીડિયા પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમને લઈને મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હવે ઈવીએમનો ઉપયોગ બંધ થઈ જશે.

આ મામલે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર કેટલીક ખાસ ચેનલોનો ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત કેટલાક વીડિયોમાં ઈવીએમને લઈ ઉઠાવવામા આવેલા સવાલોને લઈ પણ સ્થિતિ સ્પષ્ટતા કરી છે.

કેટલીક ચેનલો પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચૂંટણી પંચ આંદોલનો સામે ઝૂકીને દેશભરમાં ઈવીએમ બંધ કરી દેશે. અન્ય એક વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી રહ્યો છે, 2024ની ચૂંટણી બેલેટ પેપરથી જ થશે. એક વીડિયોનો ઉલ્લેખ કરીને કહેવામાં આવી રહ્યું છે કે આખરે ઈવીએમની દવા થઈ ગઈ છે.

Gujarat Post Fact Check News: જો કે અમારી તપાસમાં આ દાવો સંપૂર્ણ રીતે ખોટો છે, આવો કોઇ નિર્ણય સરકાર કે ચૂંટણીપંચે કર્યો નથી, અમે આ વીડિયોને લઇને ઇન્ટરનેટ પર અનેક આર્ટિકલ અને વીડિયો જોયા તો આવા કોઇ સમાચાર નથી, આ માત્ર એક અફવા છે, ચૂંટણીમાં ઇવીએમનો ઉપયોગ થવાનો જ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch