Mon,14 October 2024,5:12 am
Print
header

Fact Check: અદાણી ગ્રુપે ગુજરાતમાંથી આરબ દેશોમાં નથી મોકલી હજારો ગાયો, આ વીડિયો ફેક છે

Gujarat Post Fact Check News: ચૂંટણીના માહોલ વચ્ચે (lok sabha elections 2024) સોશિયલ મીડિયા (social media) પર એક વીડિયો વાયરલ (viral video) થયો છે. આ ક્લિપમાં ઘણા પશુઓને ટ્રકમાં ભરીને લઇ જવાતા જોવામાં આવે છે. વાયરલ વીડિયો અંગે દાવો કરવામાં આવ્યો હતો કે આ ક્લિપ ગુજરાતના એક બંદરની છે, જ્યાંથી ગૌતમ અદાણીના (gautam adani) અદાણી ગ્રુપ (adani group) દ્વારા હજારો ગાયો આરબ દેશોમાં સપ્લાય કરવામાં આવી રહી છે. વાયરલ વીડિયો શેર કરતી વખતે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધ્યું હતું.

આ 27 સેકન્ડની વાયરલ ક્લિપ 28 એપ્રિલ, 2024ના રોજ 'હમીદ ચૌશ AIMIM' નામના એકાઉન્ટ દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવી હતી, જેમાં ઘણી બધી ટ્રકો ગાયોથી ભરેલી જોવા મળી હતી. વાયરલ દાવાની સાથે કેપ્શનમાં લખ્યું છે- અદાણી પોર્ટ પર ટ્રકોમાં હજારો ગાયો છે. તે આરબ દેશમાં લઇ જવાયા છે. તેઓની ત્યાં કતલ કરવામાં આવશે..હું ગધેડાઓને યાદ અપાવી દઉં કે ભાજપે બીફનો ધંધો કરનારાઓ પાસેથી જ દાન લીધું છે. બધું પૈસાની રમત છે.

Gujarat Post Fact Check News: અમારા ફેક્ટ ચેક દરમિયાન જાણવા મળ્યું કે આ વીડિયો પણ એક આરબ ફેસબુક યુઝરના હેન્ડલ પર છે. તેણે કેપ્શનમાં લખ્યું, "ઈદ-ઉલ-અઝહાની તૈયારી કરી રહ્યાં છીએ !" આ જ વીડિયો પાછળથી ઇજિપ્તના માંસના જથ્થાબંધ વેપારી હેમદ એલ્હાગારીના ફેસબુક એકાઉન્ટ પર જોવા મળ્યો, જે 19 એપ્રિલ, 2024ના રોજ શેર કરવામાં આવ્યો હતો. તેની પ્રોફાઈલ સ્કેન કરતા આવા કેટલાક વધુ વીડિયો પણ મળી આવ્યાં હતા. આ સમય દરમિયાન, એક ક્લિપ (ઇરાકમાંથી) મળી આવી હતી જેમાં વાયરલ વીડિયો જેવું જ પોર્ટ હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વાયરલ વીડિયો ઈરાકના ઉમ્મ કસર પોર્ટનો છે.

આટલું જ નહીં વાયરલ થયેલા વીડિયોમાં મર્સિડીઝ કંપનીની એક ટ્રક બંદર પર જોવા મળી હતી. માહિતી અનુસાર, આ મર્સિડીઝ બ્રાન્ડનો ભારતમાં પરિવહન માટે ઉપયોગ થતો નથી, જ્યારે ત્યાં જોવા મળતા લોકોનો ડ્રેસ પણ ભારતના લોકો જેવો ન હતો. આવી સ્થિતિમાં, સ્પષ્ટ થઈ ગયું કે આ વાયરલ વીડિયો ભારતનો નથી. વાયરલ વીડિયો યોગ્ય સંદર્ભ વગર શેર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં અદાણી ગ્રુપ દ્વારા ગુજરાતમાંથી હજારો ગાયો આરબ દેશોમાં સપ્લાય કરવાની વાત ખોટી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch