Sat,18 May 2024,12:54 pm
Print
header

પ્રેમિકાનું મોત...રાજકોટના આ પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી પંખીડાએ ગળા પર ફેરવી દીધી બ્લેડ- Gujarat Post

યુવક-યુવતી પોલીસ કસ્ટડીમાં હોવા છતાં તેમની પાસે બ્લેડ ક્યાંથી આવી ?

પોલીસ સ્ટેશનમાં આપઘાત મામલે રાજકોટ પોલીસ સામે જ અનેક સવાલ ઉભા થયા ?

પ્રેમિકા પૂજા ભદ્રનું મોત અને પ્રેમી વિનોદ સતવારા ગંભીર હાલતમાં સારવાર હેઠળ

રાજકોટઃ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવતીએ પોલીસ સ્ટેશનમાં જ ગળાના ભાગે બ્લેડ મારતા તેનું મોત થઇ ગયું અને યુવકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રાજકોટ પોલીસે બંન્નેને ટ્રેસ કરીને પોલીસ સ્ટેશનમાં બેસાડ્યાં હતા. પરિવારજનો એક નહીં થવા દે તે ડરથી પ્રેમી પંખીડાએ આ પગલું ભર્યું હતું.

પોલીસ સ્ટેશનના નાગરિક સુવિધા કેન્દ્રમાં એકલા બેઠેલા પ્રેમી પંખીડાએ દરવાજો લોક કરીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં પૂજાનું મોત થયું હતું, જ્યારે વિનોદને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓએ પણ તેની નોંધ લીધી છે અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch