Fri,26 April 2024,12:05 pm
Print
header

આણંદના બોરસદમાં બે જૂથો વચ્ચે અથડામણ, પોલીસે પણ કારના કાચ તોડીને બતાવી દબંગાઇ- Gujarat Post

- બોરસદમાં પોલીસે ઉભા રહેલા વાહનોમાં તોડફોડ કરી 

- પોલીસે અસામાજિક તત્વોની જેમ તોડફોડ કરતા રોષ ફેલાયો 

- પોલીસે મામલો શાંત કરવાના બદલે વાહનોમાં તોડફોડ કરતા મામલો વધુ તંગ બન્યો 

- પોલીસની કાર્યવાહીને લઈ લોકોમાં રોષ  

- પોલીસે ટોળાં વિખેરાયા બાદ પાર્ક કરેલા વાહનોના કાચ તોડ્યા

આણંદઃ બોરસદમાં ગઈ મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. આ જૂથ અથડામણમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બે કોમ વચ્ચે થયેલી અથડામણને પગલે એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, સ્થિતિને થાળે પાળવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે અસામાજિક તત્વોની જેમ તોડફોડ કરતા વધુ રોષ ફેલાયો હતો. પોલીસે મામલો શાંત કરવાના બદલે વાહનોમાં તોડફોડ કરી હતી.

પોલીસ વાહનોમાં તોડફોડ કરી રહી હોવાનો વીડિયો સ્થાનિકે ઉતારીને વાયરલ કરતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે.પોલીસે સ્થિતિ થાળે પાડવાને બદલે લોકોમાં રોષ વધુ ઉગ્ર બને તેવું કામ કર્યું છે. પોલીસે ટોળાંને વિખેર્યા બાદ પાર્ક કરેલા વાહનોના કાચ તોડી નાખ્યા હતા.આ કાર્યવાહીને લઈને લોકોમાં રોષ ફેલાઇ ગયો છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch