Sat,27 April 2024,4:08 am
Print
header

કેજરીવાલની કચ્છમાં જંગી જનસભા, પ્રજાલક્ષી વધુ એક જાહેરાત- Gujaratpost

કચ્છના દરેક ગામડાઓમાં સ્કૂલો ખોલવામાં આવશે, ગુજરાતના જિલ્લાઓમાં એક મોટી સરકારી હોસ્પિટલ શરુ કરાશે

કચ્છઃ આપના અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે કચ્છના પ્રવાસે છે. ગાંધીધામમાં જાહેરસભાને સંબોધતા કેજરીવાલે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, 'મને આપ સૌના આશીર્વાદ છે. એટલે ગુજરાતમાં હવે પરિવર્તન આવીને જ રહેશે. હું અહીંથી એલાન કરું છું કે, ડિસેમ્બરમાં અમારી આપની સરકાર બનશે. એક માર્ચથી વીજળીનું બિલ ઝીરો આવશે.18 વર્ષથી ઉપરની તમામ મહિલાઓના બેંક એકાઉન્ટમાં દર મહિને રૂ. 1000 આપીશું.' કેજરીવાલે અન્ય ગેરંટી આપતા કહ્યું, 'કચ્છના દરેક ગામડાઓમાં સ્કૂલો ખોલવામાં આવશે. સારું શિક્ષણ આપીશું, તમારા બાળકો મોટા થઇને તમારી ગરીબી દૂર કરશે, તમારું નામ રોશન કરશે.' આ સિવાય વ્યક્તિની સારવારને લઇને કહ્યું કે, દિલ્હીમાં અમે સરકારી હોસ્પિટલોમાં સારવાર મફત કરી દીધી છે. હું અહીંથી એલાન કરું છું કે દરેક જિલ્લામાં એક મોટી સરકારી હોસ્પિટલ શરુ કરાશે. કોઇને પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની જરૂર નહીં પડે. તમારી તમામ સારવારનો ખર્ચ અમે મફત કરી દઇશું.' આમ આદમી પાર્ટીની આ ગેરંટીથી ભાજપની ચિંતા વધી રહી છે.

અરવિંદ કેજરીવાલે વીજબિલને લઇને જાહેરાત કરતા કહ્યું કે, 'અમે દિલ્હીમાં તમામ વીજબીલ ઝીરો કરી દીધા છે. પંજાબમાં પણ તમામના વીજ બિલ ઝીરો કરી દીધા. દિલ્હી અને પંજાબના તમામના જૂના બિલ પણ માફ કરી દીધા છે. વધુમાં કહ્યું કે, 'હું છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાત આવું છું, મને ગુજરાત તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો છે. હું બસ એટલું જ કહી શકીશ કે જ્યારે ડિસેમ્બર બાદ અમારી સરકાર બનશે ત્યારે હું તમારું એક-એક કામ કરી આપીશ,મને રાજનીતિ કરતા નથી આવડતી. હું એક સામાન્ય માણસ છું.

કેજરીવાલે કહ્યું કે, 'મને ભ્રષ્ટાચાર કરતા નથી આવડતો, મને માત્ર કામ કરતા જ આવડે છે. મારી પાસેથી તમે સ્કૂલો બનાવડાવો, હું સ્કૂલો બનાવી દઇશ. મારી પાસેથી તમે હોસ્પિટલ બનાવડાવી દો, હું હોસ્પિટલ બનાવી દઇશ. હું 7 વર્ષથી દિલ્હીનો મુખ્યમંત્રી છું, 6 મહિનાથી ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી છે, અમે જનતાની સેવા કરી છે, અમે પરેશાન લોકોની મુશ્કેલીઓ દૂર કરી છે, અમે રાષ્ટ્ર નિર્માણનું કામ કરાવ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch