Fri,26 April 2024,7:39 pm
Print
header

જૂનાગઢ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિએ કહ્યું અમે આત્મહત્યા કરીશું,પોલીસ અધિકારીઓ કરી રહ્યાં છે હેરાન- Gujarat post

જૂનાગઢઃ ધીરેન કારિયાએ પોલીસ કામગીરી સામે એક વીડિયો વાયરલ કર્યો છે.જેમાં તેના પર ખોટા કેસ કર્યાનો પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યાં છે. આ વીડિયોમાં ધીરેન કારિયાએ જણાવ્યું છે કે, થોડાં વર્ષો પહેલાં તત્કાલિન એસપી સૌરભસિંઘ પર 1 કરોડ રૂપિયાની લાંચ માંગવા બાબતે વંથલી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.આ ફરિયાદને લઈને મારા પર રાગદ્વેષ રાખીને દારૂને લગતો ખોટો કેસ કરવામાં આવ્યો છે.

સૌરભસિંઘ પર એક કરોડ રૂપિયાની લાંચ માંગવા બાબતે વંથલી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસ પરત ખેંચવા મને ધમકીઓ આપીને ખોટો કેસ કરવામાં આવ્યો છે. ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ ધીરેન કારિયાએ ગંભીર આક્ષેપો લગાવીને કહ્યું કે મારા પર એક કરોડ રૂપિયાની લાંચની ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ કરાવામાં આવ્યું છે.સ્ટેટ મોનેટરિંગ સેલની ટીમ દ્વારા બાટવા ખારા ડેમ વિસ્તારમાં દારૂ ઝડપી લેવાયો છે અને આ બાબતે ધીરેનનું નામ ખુલ્યું છે.

ધીરેન કારિયાએ ગંભીર આક્ષેપો લગાવીને કહ્યું કે હું મારા બાપના શ્રાદ્ધમાં હતો અને મારા પર ખોટો કેસ કરવામાં આવ્યો છે. મને મારી નાખશો તો પણ હું કોઈના બાપથી ડરતો નથી. મારી પત્ની ભાજપની કોર્પોરેટર છે પણ મેં ક્યારેય તેનો દૂરુપયોગ કર્યો નથી.પરંતુ હવે મારા પરિવાર સાથે અમે આત્મહત્યા કરીશું, કારણ કે આ લોકોએ આવી સ્થિતી ઉભી કરી નાખી છે.

ભાજપના મહિલા કોર્પોરેટર અને ધીરેન કારિયાનાં પત્ની નિશા કારિયાએ ડીજીપીને પત્ર લખીને ખોટા કેસ કરવા બાબતે અધિકારીઓ સામે તપાસની માંગ કરી છે. તેઓએ જણાવ્યું  કે, મારા પતિ ધીરેન કારિયાએ જૂનાગઢની વંથલી કોર્ટમાં જૂનાગઢના તત્કાલીન S.P. સૌરભ સિંહ અને P.I કાનમિયા વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ પાછી ખેંચવા જૂનાગઢના S.P. રવી તેજા દ્વારા ધમકી આપવામાં આવે છે અને ખોટા કેસ કરવામાં આવે છે. સ્ટેટ મોનિટરિંગ સેલના S.P. નિર્લિપ્ત રાય પણ મારા પતિને ધમકીઓ આપે છે, તેમની ટીમ દ્વારા ખોટા કેસ કરવામાં આવે છે. આવા અધિકારીઓ સાંઠગાંઠ કરીને કાવતરું રચીને મારા પતિએ કરેલી ફરિયાદ પાછી ખેંચવા માંગે છે. અમારા પરિવારને આ અધિકારીઓથી થતી ખોટી કનડગત રોકવા આ લોકો વિરુદ્ધ અમારી ફરિયાદ લઈને યોગ્ય કાર્યવાહી કરવી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch