Fri,26 April 2024,6:28 am
Print
header

અભિનવ શુક્લાને સામાન કહેનારા સલમાને છેવટે પોતાનો કક્કો ખરો સાબિત કર્યો, રુબીનાએ માંગવી પડી માફી

મુંબઇઃ એકટિંગમાં ઝીરો એવો સલમાન ખાન મજાકના નામે સાથી કલાકારોને ઉતારી પાડવા માટે જાણીતો છે. બિગ બૉસ 14માં શનિવારે વીકેન્ડના વારમાં સલમાન ખાને અભિનવ શુક્લાને સામાન કહીને બોલાવ્યો હતો.સલમાને અભિનવને સામાન કહીને ઉતારી પાડ્યો તે વાત પત્ની રુબીના દિલેકને બિલકુલ પસંદ ન આવી. તેણે આ વાતને લઇને ફરિયાદ કરી હતી. તે ઘણું રડી હતી. ત્યાં સુધી કે તેણે ઘર છોડવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ અભિનવે તેને સમજાવી હતી. બીજા શનિવારે વીકેન્ડના વારમાં સલમાને આની પર રિએક્ટ કર્યું છે. 

સલમાને કહ્યું- રુબીના તમે ઘરની અંદર રમી રહ્યા છો, ઘણું સારી રીતે રમી રહ્યા છો પરંતુ તેમાં મને સામેલ ન કરો, પોતાના દમ પર રમો, ફેમસ થાઓ, મારો સપોર્ટ લેવાની જરૂર નથી. સામાનનો અર્થ એ હતો કે અભિનવ જ્યારે આવ્યા તો કંઇ નહોતા કરી રહ્યાં તો તમારો એક સામાન મારી પાસે હતો એક જે ઘરમાં તમારા પતિ જે કંઇ ન હોતા કરી રહ્યા તે લગેજની જેમ ઘરમાં રહી રહ્યાં હતા. 
 
સલમાને કહ્યું- તમે આવુ બોલીને અભિનવને નીચો બતાવ્યો છે, કે તે તમારા દમ પર આવ્યો છે. તમારા કારણે આવ્યો છે. હું આપને બતાવું કે તે પોતાના દમ પર આવ્યો છે. જો તે તમારા પતિ ન હોત ત્યારે પણ તે પોતાના દમ પર હોત, હાં..એ વાત અલગ છે કે તે કંઇ નથી કરી રહ્યાં. તમે મારા ગેસ્ટ છો, હું હોસ્ટ છું. હું ક્યારેય પોતાના ગેસ્ટને નીચું  બતાવવાની કોશિશ નથી કરતો. તમે ઘરમાં સારુ રમી રહ્યા છો. પરંતુ મને તેની સાથે ન જોડો. મને જે વાત ઠીક નથી લાગતી તેની પર બોલું છું. હું મારી ફિલિંગ્સ એક્સપ્રેસ કરુંછું, કોઇને ધમકાવતો નથી. 

આગળ સલમાને કહ્યું-આ શોને નામ અને રિસ્પેક્ટ બનાવવામાં ઘણી મહેતન લાગી છે. ફેમિલી જુએ છે આ શો, મારી માં જુએ છે, મારા ફેન્સ જુએ છે. તમને લાગે છે કે શું હું રુબીના અને અભિનવના કારણથી મારા ફેન્સને નિરાશ કરીશ. આવી ગેરસમજમાં ન રહેશો. કારણ કે રુબીનાને લાગ્યું કે તેમના કારણે તેમના પતિ આ શોમાં આવ્યા છે એવો ફુગ્ગો બીજી વાર ફુટી જશે. 

''હું બધાને કહેવા માગીશ કે હું તમારો કૉમ્પિટીશન નથી. તમારો હોસ્ટ છું. તમે મારા ઘરમાં રહેતા હો. હું તમારા બધાની ઇજ્જત કરુંછું. મારો વિચાર અને ચેનલનો વિચાર મળતો ન હોય એવું ઘણીવાર તમે જોયું હશે. છેવટે રુબીના કહે છે સર હાથ જોડીને માફી માંગુ છું, તમારા માટે તે ન હતું સર...ત્યાર બાદ સલમાને કહ્યું કે આ વાતને હવે જવા દો. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch