Mon,29 April 2024,12:24 am
Print
header

નીતિન દેસાઈના અંતિમ સંસ્કાર પહેલા એકનાથ શિંદેએ રૂબરુ જઇને આપી શ્રદ્ધાંજલિ- Gujarat Post

દેસાઇ પર રૂપિયા 200 કરોડનું હતુ દેવું

પોતાના સ્ટુડિયોમાં જ કરી લીધી હતી આત્મહત્યા

મુંબઈઃ બોલિવૂડના જાણીતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ બુધવારે આત્મહત્યા કરી લીધી હતી. તેમણે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. નીતિનના જવાથી સિનેમેટોગ્રાફી માટે મોટી ખોટ પડી છે. તેમના અંતિમ આજે સાંજે કરવામાં આવશે. આ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. એકનાથ શિંદે અને પવાર જેજે હોસ્પિટલ પહોંચ્યાં હતા અને નીતિન દેસાઈને શ્રદ્ધાંજલિ આપી હતી.

દેસાઈના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે કરવામાં આવશે. આ પહેલા તેમના પાર્થિવ દેહને બપોરે 12 થી 2 દરમિયાન અંતિમ દર્શન માટે એનડી સ્ટુડિયોમાં રાખવામાં આવશે. હાલમાં પોસ્ટમોર્ટમ બાદ નીતિનનો મૃતદેહ મુંબઈની જેજે હોસ્પિટલમાં છે. સીએમ શિંદેએ આજે સવારે જેજે હોસ્પિટલ પહોંચ્યા બાદ નીતિન દેસાઈને શ્રદ્ધાંજલિ આપી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીતિન દેસાઈની પુત્રી સહિત પરિવારના કેટલાક સભ્યો વિદેશથી આવવાના છે. તેમના આગમન પછી, આર્ટ ડિરેક્ટરના પાર્થિવ દેહને કર્જતના એનડી સ્ટુડિયોમાં લઈ જવામાં આવશે. નીતિનના સંબંધીઓ ઈચ્છે છે કે તેમના અંતિમ સંસ્કાર એનડી સ્ટુડિયોમાં જ કરવામાં આવે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch