Mon,29 April 2024,4:21 am
Print
header

ફિલ્મ દેવદાસના આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ કરી લીધી આત્મહત્યા, ND સ્ટુડિયોમાંથી મળ્યો મૃતદેહ- Gujarat Post

(file photo)

આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યાનું અનુમાન

તાજેતરમાં તેમની પર છેતરપિંડીનો આરોપ લાગ્યો હતો

છેલ્લા કેટલાક સમયથી હતા તણાવમાં

મુંબઈઃ બોલિવુડ માટે વધુ એક માઠા સમાચાર છે. જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ આજે સવારે આત્મહત્યા કરી લીધી છે. તેમના મોતના સમાચાર સામે આવતાં જ તેમના નજીતના લોકો આઘાતમાં છે. સિનેમા જગતમાં શોકની લહેર ફરી વળી છે. નીતિન દેસાઈ તેમના એન ડી સ્ટુડિયોમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યા હોવાનું સામે આવ્યું છે.

4 નેશનલ એવોર્ડ જીતનારી હસ્તીની આત્મહત્યા

જોધા અકબર જેવી ફિલ્મો માટે કર્યું હતુ કામ

મળતી વિગતો પ્રમાણે નીતિન દેસાઈએ સવારે 4.30 કલાકે એન ડી સ્ટુડિયોમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેમના મોતનું કારણ આર્થિક તંગી જણાવવામાં આવી રહ્યું છે. મે મહિનામાં એક જાહેર ખબર એજન્સીએ નીતિન દેસાઈ પર 51 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. એજન્સી પાસે 3 મહિના કામ કરાવ્યાં બાદ નીતિને પૈસા આપ્યાં ન હોવાનો આરોપ હતો.

તેમણે ચાણક્ય અને તમસ જેવી સિરિયલોથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને પ્રથમ વખત '1942 એ લવ સ્ટોરી'માં તેના કામથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જે બાદ તેમણે અનેક સુપરહિટ ફિલ્મોના સેટ તૈયાર કર્યાં હતા, જેમાં પ્યાર તો હોના હી થા, હમ દિલ દે ચૂકે સનમ, મિશન કશ્મીર, રાજુ ચાચા, દેવદાસ, લગાન, બાજીરાવ મસ્તાની સામેલ છે. નીતિન દેસાઈ આર્ટ ડિરેક્શન માટે ચાર નેશનલ ફિલ્મ એવોર્ડ પણ જીતી ચૂક્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch