Thu,02 May 2024,6:16 am
Print
header

બાયડઃદૂધ મંડળીનો સેક્રેટરી જ બન્યો બુટલેગર, તબેલાના ગોડાઉનમાંથી દારૂની 238 બોટલ મળી- Gujarat Post

બાયડના બોરીટીંબા ગામની દૂધ મંડળીનોાસેક્રેટરીએ દારૂનો વેપલો શરૂ કર્યો

ગામ નજીક તબેલાના ગોડાઉમાંથી દૂધ મંડળીનું નામ લખેલી તિજોરી મળી

પોલીસે તિજોરીમાંથી દારૂની 56,150 રૂપિયાની કિંમતની  દારૂની બોટલો કરી જપ્ત 

બાયડ પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

અરવલ્લીઃ બાયડ પોલીસ દ્વારા બોરટીંબા ગામે આવેલા તબેલામાં રેડ કરીને દૂધની ડેરીના સેક્રેટરીના ઠેકાણાં પરથી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.

બોરટીંબા ગામનો સેક્રેટરી તેના તબેલામાં આવેલી ઓરડીમાં વિદેશી દારૂ રાખીને બિંદાસ રીતે વેચાણ કરતો હોવાની બાયડ પોલીસ સ્ટેશનના પી આઈને બાતમી મળી હતી. જે બાદ પોલીસ સ્ટાફ બોરટીંબા ગામે પહોંચ્યો હતો, જ્યાં પોલીસ દ્વારા ગામ નજીક તબેલામાં ચેકીંગ કરતા અહીંના નાના ગોડાઉનમાંથી દૂધમંડળીના નામ વાળી તિજોરી મળી આવી હતી.આ તિજોરીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ.56 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈને દૂધમંડળીના સેક્રેટરી શના પરમાર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બાયડ તાલુકામાં દૂધ મંડળીનો સેક્રેટરી વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાનું સામે આવતા અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.જો કે પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે, પરંતુ દૂધ મંડળીના ઉચ્ચ સત્તાધીશો સેક્રેટરી સામે શું કાર્યવાહી કરશે તેના પર સ્થાનિકોની નજર છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch