Fri,26 April 2024,9:00 pm
Print
header

અમરેલી સાંસદના મોબાઈલમાં અશ્લિલ વીડિયો કોલ આવ્યો, કોલ રિસીવ થતા સ્ક્રિન શોર્ટ લેવાઇ ગયો- Gujarat Post

સાંસદ નારણ કાછડીયાને તેમનો વીડિયો વાયરલ કરવાની ધમકી

અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવતા રિસીવ કર્યો અને કોલમાં અશ્લીલતા દેખાતા સાંસદે વીડિયો કોલ કટ કરી દીધો

સાંસદના પી.એ દ્વારા અમરેલી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી

સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદને આધારે તપાસ શરૂ કરી 

અમરેલીઃ સોશિયલ મીડિયાનો ઉપયોગ હવે લોકોને બદનામ કરવા થઇ રહ્યો છે. સમયાંતરે આવા કિસ્સા સામે આવતા હોય છે.અમરેલીના સાંસદ નારણ કાછડીયાનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની ધમકી મળી છે. આ અંગે સાંસદના પીએ વિશાલ રસીકભાઇ સરધારા (ઉ.વ.33)એ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ચોપડે જાહેર થયેલી વિગતો પ્રમાણે, 8453318741 ના વોટ્સએપ એકાઉન્ટના ઉપયોગકર્તા ઇસમે ભાજપ સાંસદ નારણ કાછડીયાને તેમના મોબાઇલ નંબર ઉપર અશ્લીલ વીડીયો કોલ કરી યુટ્યુબ, ફેસબુક અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. શુક્રવારે નારણ કાછડિયા ઓફિસે બેઠા હતા અને અરજદારોને મળી રહ્યાં હતા તે સમયે તેમના મોબાઇલ પર એક યુવતીનો વીડિયો કોલ આવ્યો હતો. કોલ રીસીવ કર્યા બાદ યુવતીના ચેનચાળા જોઇ તેમણે કોલ કાપી નાખ્યો હતો. થોડીવારમાં જ તેમને મેસેજ આવ્યો હતો કે તમારો અશ્લીલ વીડિયો ઉતારી લેવાયો છે અને સોશિયલ મીડિયા પર તેને ફરતો કરી દેવામાં આવશે.

સાંસદે કહ્યું, મેં તમામ લોકોની હાજરીમાં ફોન ઉપાડ્યો હતો.વીડિયો કોલમાં અશ્લિલતા દેખાતા તાત્કાલિક ફોન કાપી નાંખ્યો હતો.અમરેલી જિલ્લામાં આવા કોલથી એક યુવકે આત્મહત્યા કરી હતી. તેને પાસે રૂપિયાની માંગ કરાઇ હતી.

અમરેલી અને સાવરકુંડલાના અનેક આગેવાનો આવી જાળમાં ફસાઇ ચૂકયા છે.આ અગાઉ અન્ય જિલ્લાના આગેવાનો પણ ફસાઈ ચુક્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch