Fri,26 April 2024,6:24 pm
Print
header

PGVCLની જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષાના પેપરના સિલ તૂટેલા હોવાના આક્ષેપ- Gujarat Post

(પ્રતિકાત્મક ફોટો)

20 જેટલા ઉમેદવારોએ આરોપ લગાવ્યો છે કે તેમના હાથમાં પરીક્ષાનું પેપર આવ્યું ત્યારે પેપરનું સીલ તૂટેલું હતું

PGVCLની જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષાનો નવો વિવાદ 

રાજકોટઃ ગુજરાતમાં સરકારી ભરતીમાં વધુ એક પરીક્ષાનું પેપર લીક થયું હોવાના આરોપ લાગ્યા છે. રાજકોટમાં PGVCLની જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં પેપર લિક થયાના પરીક્ષાર્થીઓ આરોપ લગાવ્યાં  છે. 20 જેટલા ઉમેદવારોએ આરોપ લગાવ્યો છે કે તેમના હાથમાં પરીક્ષાનું પેપર આવ્યું ત્યારે પેપરનું સીલ તૂટેલું હતું. ઉમેદવારોને  પેપર આપ્યાં તે પહેલા પેપરના સીલ તોડવામાં આવ્યાં હતા કે તેમ તેની તપાસ જરૂરી છે.

પરીક્ષાર્થીઓએ નિવેદન આપતા કહ્યું કે પરીક્ષાખંડમાં જયારે પેપર આવ્યાં ત્યારે પેપરના કવર સીલ પેક હતા, એટલે કે કવરના સીલ તૂટેલા ન હતા, જયારે અંદરથી પેપર કાઢીને પરીક્ષાર્થીઓના હાથમાં આવ્યાં ત્યારે આ પરીક્ષાર્થીઓના બ્લોકમાં ત્રણ પરીક્ષાર્થીઓના પેપરના સીલ તૂટેલા હતા, અન્ય બ્લોકમાં આવા 17 પેપર સીલ તૂટેલા મળી આવ્યાં હતા.  

રાજકોટમાં PGVCLની જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષા કથિત રીતે પેપર ફૂટવાના આરોપો વચ્ચે કોંગ્રેસ નેતા નિદત બારોટે સરકાર પર પ્રહાર કર્યાં છે. કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 15 વખત પેપેર ફૂટ્યાં છે, પણ આજ સુધી આ મામલે 15 લોકોને પણ સજા કરવામાં આવી નથી. જો કે આ મામલે હાલમાં સરકાર તરફથી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉમેદવારોના આરોપ સાચા છે કે ખોટા તેની તપાસ થવી જરૂરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch