Fri,26 April 2024,6:08 am
Print
header

અંબાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ શાંત થયો નથી ત્યાં પાવાગઢ મંદિરનો વિવાદ શરૂ, સોમવારથી છોલેલું શ્રીફળ લઈ જવા પર પ્રતિબંધ- Gujarat Post

પંચમહાલઃ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો વિવાદ ઉગ્ર બની રહ્યો છે, ત્યાં વધુ એક વિવાદ થાય તેવા સમાચાર સામે આવ્યાં છે. પંચમહાલમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ભક્તોને છોલેલું શ્રીફળ મંદિરમાં લઈ જવા પ્રતિબંધ મૂકી દેવાયો છે.

યાત્રાધામ પાવાગઢ કાલી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ તા. 20 માર્ચ, 2023 ને સોમવારથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકશે નહીં. મંદિરમાં શ્રીફળ પોતે જ માતાજીને ધરાવીને ચૂંદડી સાથે ઘરે લઈ જવાનું રહેશે. ઘરે લઈ ગયા પછી આ શ્રીફળ ચુંદડીમાં બાંધી મંદિરની પૂજામાં મૂકી રાખો અથવા ઘરે જઈને તેનો પ્રસાદ વહેંચી શકો છો. જે વેપારીઓ પાસેથી છોલેલું શ્રીફળ મળશે તેઓની સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા રાખવામાં સહકાર નહીં આપવા તથા ગંદકી કરવા બદલ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. 

મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તળાવથી ચેક કરશે અને છોલેલું શ્રીફળ હોવાનું માલૂમ પડશે તો ઉપર લાવવા દેવામાં આવશે નહીં. આ નિર્ણય મંદિર પરિષરમાં સ્વસ્છતા રાખવા માટે કરવામાં આવ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch