Sat,27 April 2024,10:37 am
Print
header

બાબુઓને લાખોમાં જોઇએ છે લાંચ, ACB એ આ નાયબ મામલતદારને(ચાર્જ-સર્કલ ઓફિસરને) 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા- Gujarat Post

પાટણઃ છેલ્લા થોડા જ દિવસોમાં 8 જેટલા સરકારી બાબુઓને એસીબીએ સબક શિખવી દીધો છે, હવે 1 લાખ રૂપિયાની લાંચમાં એક બાબુ ફસાયા છે. અમરસિંહ રમણભાઈ ચૌધરી, નોકરી- નાયબ મામલદાર સમી, મામલતદાર કચેરી, ચાર્જ-સર્કલ ઓફીસર, વર્ગ-3 ને ઝડપી લેવાયા છે. આરોપીએ મામલતદાર કચેરી, સમીમાં 1 લાખ રૂપિયાની લાંચ લીધી અને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યાં હતા.

ફરીયાદીએ પોતાની મિલ્કતના વેચાણ દસ્તાવેજ કરાવેલા હતા.તે દસ્તાવેજની નોંધો કાઢી આપવા માટે સમી વિસ્તારના સર્કલ ઓફીસરના ચાર્જમાં રહેલા આરોપીએ ફરીયાદી પાસે આ કામ કરી આપવા લાંચ પેટે રૂપિયા 1 લાખની માંગણી કરી હતી.

આટલી બધી લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી,જેમાં એસીબીની ટીમે લાંચના છટકાનું આયોજન કરેલું હતુ. દરમિયાન આ કામના આરોપીએ લાંચની રકમ રૂપિયા 1 લાખ લાખ લીધી અને એસીબીએ તેને ઝડપી પાડ્યો હતો. આરોપીને એસીબીએ ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપીંગ અધિકારી, જે.પી.સોલંકી, પીઆઇ, પાટણ એસીબી પો.સ્ટે. તથા સ્ટાફ

સુપર વિઝન અધિકારી, કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી બોર્ડર એકમ, ભૂજ

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch