Mon,29 April 2024,3:52 pm
Print
header

નરાધમોનું કૃત્ય....વડોદરામાં 55 વર્ષીય મહિલા પર ત્રણ શખ્સોએ કર્યો બળાત્કાર

મુખ્ય આરોપી વકીલ અહેમદ પઠાણ પોલીસ કસ્ટડીમાં

વડોદરાઃ 55 વર્ષીય મહિલા સાથે નિર્દયતાનો કિસ્સો સામે આવ્યો છે. ઘરનું કામ કરાવવાના બહાને ત્રણ લોકોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. જ્યારે પીડિતાએ તેની પુત્રીને આ વિશે જણાવ્યું તો તે ચોંકી ગઈ હતી. તેની ફરિયાદને આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે

આ શરમજનક અને હૃદયદ્રાવક ઘટના વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં બની હતી. શુક્રવારે એક 55 વર્ષની મહિલા ઘરોમાં કામ શોધી રહી હતી. તે લોકોને આ વિશે પૂછી રહી હતી. ત્યારે તેની પાસે ઉભેલા વકીલ પઠાણે મહિલાનો મોબાઈલ નંબર લીધો હતો.

અડધા કલાક બાદ રિક્ષા ચાલકે મહિલાને બંગલામાં કામ કરાવવાના બહાને બોલાવી હતી. તે મહિલાને રિક્ષામાં બેસાડી છાણી વિસ્તારમાં એક નિર્જન જગ્યાએ લઈ ગયો હતો. તેના બે મિત્રો શકીલ અહેમદ પઠાણ અને ચમન પઠાણ ત્યાં પહેલાાથી જ હાજર હતા.

જ્યારે મહિલાને કંઇક ગડબડ લાગતા તેને વિરોધ કર્યો હતો, ત્યારે ત્રણેય તેને ખેંચીને નજીકના નિર્જન જગ્યા પર લઈ ગયા હતા અને એક પછી એક તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી મહિલાએ તેની પુત્રીને તેની સાથે થયેલી ક્રૂરતા વિશે જણાવ્યું હતું. ફરિયાદ મળ્યાં પછી પોલીસે સંબંધિત સ્થળોના સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યાં અને ઓટોરિક્ષાની ઓળખ કરી જેમાં મહિલાને આ શખ્સ લઈ ગયો હતો. ગુનામાં વપરાયેલ ઓટોરિક્ષાના રજીસ્ટ્રેશન નંબરના આધારે પોલીસે માસ્ટર માઇન્ડ વકીલ પઠાણ અને તેના સાથી ચમન ખાન અને શૌકત પઠાણને થોડા કલાકોમાં જ પકડી પાડ્યાં હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં ત્રણેય આરોપીઓ પીડિતાની સાથે મેડિકલ તપાસ કરાવી રહ્યા છે. ચમન ખાન અગાઉ આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી માટે નોંધાયેલ છે, જ્યારે મુખ્ય આરોપી, વકીલ પઠાણ અને શૌકત ખાન પઠાણ પણ નાના ફોજદારી ગુનાઓ સાથે સંકળાયેલા છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch