Fri,26 April 2024,5:35 pm
Print
header

વિસનગરમાં ચાઇનીઝ દોરીએ લીધો 4 વર્ષીય બાળકીનો ભોગ- Gujarat Post

ગુજરાતમાં ચાઈનીઝ દોરીના વપરાશ પર પ્રતિબંધ હોવા છતાં લોકોએ પોતાની મજા માટે આ ઘાતક દોરીનો ઉપયોગ કર્યો

મહેસાણાઃ ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં અનેક લોકોએ ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવ્યાં હતા. મહેસાણાના વિસનગરમાં ચાઈનીઝ દોરીના કારણે ચાર વર્ષીય બાળકીનું મોત થયું હતું. વિસનગરના કડા દરવાજા નજીકથી એક માતા 4 વર્ષીય પુત્રીને તેડીને જતા  હતા, ત્યારે ચાઇનીઝ દોરી ગળાના ભાગે વાગી હતી. જેને કારણે રણજીતજી હરગોવનજી ઠાકોરની 4 વર્ષની બાળકી ક્રિષ્નાનું મોત થયું હતું, વ્હાલસોયી પુત્રીના મોતથી માતા અને તેમના પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

ઉત્તરાયણના તહેવાર પર રાજ્યભરમાં અનેક જગ્યાએ અકસ્માત થયા છે. તેમજ પશુ-પક્ષીઓ પણ ઘાયલ થયા હતા. ઉત્તરાયણના દિવસે અનેક પરિવારોની તહેવારની મજા સજામાં ફેરવાઈ ગઈ હતી. સૌથી વધુ દોરીથી ઈજા થઇ હોવાની કુલ 62 ઘટના નોંધાઇ હતી. અકસ્માતના કુલ 400 કેસ નોંધાયા હતા જેમાં સૌથી વધુ 56 કેસ અમદાવાદમાં નોંધાયા હતા.ધાબા પરથી પડી જવાની કુલ 164 ઘટના બની હતી. અમદાવાદમાં સૌથી વધુ 36 ઘટના બની હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch