Mon,29 April 2024,3:50 am
Print
header

ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલઃ અમદાવાદની મોટી હોટલોમાં એક રાતનું ભાડું રૂ. 1 લાખને પાર, ફ્લાઇટના દરોમાં ધરખમ વધારો

PM નરેન્દ્ર મોદી પણ આવશે મેચ જોવા અમદાવાદ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મહાસંગ્રામ

અમદાવાદ: ICC ODI વર્લ્ડકપ ફાઇનલનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 નવેમ્બરે યોજાનારી ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા ક્રિકેટ ચાહકો આતુર છે. જો કે સ્ટેડિયમમાં દરેક સીટ માટે લડાઈ છે.ટિકિટો માટે લોકો માર્કેટમાં પૂછપરછ કરી રહ્યાં છે. બેઝિક હોટલોમાં 10,000 રૂપિયા એક રાત રોકાવાના ભાવ થઇ ગયા છે, જ્યારે કેટલીક લક્ઝરી હોટેલોમાં એક રાત્રિ રોકાણ માટે લગભગ 1 લાખ રૂપિયા સુધીનું ભાડું થઇ ગયું છે.

ફ્લાઇટ ટિકિટ 200% થી 300% મોંઘી થઇ ગઇ

ફ્લાઇટના ભાવમાં પણ વધારો થયો છે, અમદાવાદની રાઉન્ડ-ટ્રીપ ટિકિટમાં 200-300%નો વધારો થયો છે. ફાઈનલની પૂર્વ સંધ્યાએ હવે દિલ્હીથી અમદાવાદની ફ્લાઇટનો ખર્ચ રૂ. 15,000 છે. વર્લ્ડકપની ફાઇનલ મેચને કારણે ફ્લાઇટ અને હોટેલના ભાવોમાં મોટો વધારો થયો છે.

ભારતીય ક્રેકિટ ટીમે ફાઇનલમાં સ્થાન મેળવતા જ હજારો ચાહકો  મેચ જોવા ઉત્સાહમાં છે. આ પહેલીવાર નથી કે જ્યારે ક્રિકેટે શહેરમાં આવી હલચલ મચાવી હોય, ગત 15 ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન મેચ માટે પણ આવો જ માહોલ જોવા મળ્યો હતો, જ્યારે હોટેલના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યાં હતા. Booking.com, MakeMyTrip અને agoda જેવા ઓનલાઈન પ્લેટફોર્મમાં પણ લોકો અમદાવાદમાં હોટલો શોધી રહ્યાં છે.

મેચની ટિકિટની અંતિમ બેચ જે 13 નવેમ્બરના રોજ વેચાણ પર હતી, તે ઝડપથી વેચાઈ ગઈ હતી, BookMyShow પર ઉપલબ્ધ સૌથી સસ્તી ટિકિટની કિંમત 10,000 રૂપિયા હતી.બુધવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક સેમી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ પણ સાઉથ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch