Sat,27 April 2024,1:37 am
Print
header

અમિત શાહે કહ્યું કોંગ્રેસના શાસનમાં આપણા સૈનિકોના માથા કાપવામાં આવતા હતા, મોદીએ દેશને સુરક્ષિત બનાવ્યો- Gujarat Post News

સાવલીમાં અમિત શાહે  કહ્યું, અમે એક સંદેશો આપ્યો છે કે જો તમે અમારી સાથે કંઇ કરશો તો તમને છોડીશું નહીં 

કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ઘણીવાર આતંકવાદી હુમલાઓ થયા હતા, પાકિસ્તાની આતંકવાદીઓ ભારતીય સૈનિકોની હત્યા કરી દેતા હતા

વડોદરાઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપ માટે સતત પ્રચાર કરી રહ્યાં છે, અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધી રહ્યાં છે. આવતીકાલે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર કરવાનો છેલ્લો દિવસ છે, આજે સાવલીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા શાહે સ્પષ્ટ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સુરક્ષિત બનાવ્યો છે, અમારી સરકારે આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. 

ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસના શાસનમાં આપણા સૈનિકોના માથા કાપી લેવામાં આવતા હતા પરંતુ હવે એવું નથી, કારણ કે દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મજબૂત સરકાર છે. હવે જો પાકિસ્તાન કંઈ કરે છે તો તેનો જવાબ હવાઈ હુમલાથી આપવામાં આવે છે. અમે એક સંદેશ આપ્યો છે કે જો તમે અમારી સાથે કંઇ કરશો તો અમે તમને છોડીશું નહીં. 

આ પહેલા પણ એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા શાહે કહ્યું હતું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ઘણીવાર આતંકવાદી હુમલાઓ થતા હતા. પાકિસ્તાની આતંકવાદીઓ ભારતીય સૈનિકોની હત્યા કરી દેતા હતા. પરંતુ કોંગ્રેસે વોટબેંકની રાજનીતિને કારણે ક્યારેય તેની નિંદા કરી નથી. અમિત શાહે 26/11ના આતંકી હુમલાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું કે આજના સમયમાં 26/11 જેવો આતંકવાદી હુમલો શક્ય નથી, કારણ કે દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર છે.

મોદી નેતૃત્વ હેઠળ ભાજપ સરકારે મહિલાઓને સશક્ત બનાવવા અનેક પગલાં લીધાં છે. આ જ કારણ છે કે આજે ગુજરાતની મહિલા શક્તિ ભાજપની સાથે છે. આદિવાસી સમાજના હિતોનું રક્ષણ માત્ર ભાજપ જ કરી શકે છે. 

સેવા, સુશાસન, સુરક્ષા અને વિકાસનું બીજું નામ ભાજપ છે. સાવલીના લોકોનો જુસ્સો અને ઉત્સાહ બતાવે છે કે અહીંથી ભાજપ ફરીથી જોરદાર જીતશે. જાહેર સભામાં ભાજપને આશીર્વાદ આપવા ઉમટેલા લોકોનો ઉત્સાહ ગુજરાતના દરેક ગામડામાં જમીન પર અભૂતપૂર્વ વિકાસની નિશાની છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch