Fri,26 April 2024,8:13 pm
Print
header

પાટીલ- કેજરીવાલ વચ્ચે ટ્વિટર વોર, જાણો બંને નેતાએ શું કહ્યું ? Gujarat Post

(ફાઇલ તસવીર)

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધીમે ધીમે જામી રહ્યો છે રંગ
  • પાટીલે કેજરીવાલને ખાલિસ્તાની સમર્થક ગણાવ્યાં
  • કેજરીવાલે ટોણો મારતાં કહ્યું, ભાજપને અધ્યક્ષ બનાવવા એક પણ ગુજરાતી ન મળ્યો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ કમર કસી છે. પંજાબ બાદ ગુજરાત પર નજર નાંખીને બેઠેલી આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના સીએમ કેજરીવાલ રવિવારે ગુજરાત પ્રવાસે આવ્યાં હતા. ભરૂચમાં આદિવાસી સંમેલનને સંબોધતા તેમણે કહ્યું, દેશના બે સૌથી ધનિક વ્યક્તિ ગુજરાતથી આવે છે.( મુકેશ અંબાણી-ગૌતમ અદાણી) દેશના સૌથી ગરીબ આદિવાસી પણ ગુજરાતના છે. કોંગ્રેસ અને ભાજપ ધનિકો સાથે ઉભી છે. અમીરો વધુ અમીર બની રહ્યાં છે ગરીબોની સ્થિતી બગડી રહી છે. જેથી આમ આદમી પાર્ટી ગરીબો સાથે ઉભી છે.

કેજરીવાલના પ્રવાસ સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપી છે. ખાલીસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા  કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરો છે.

જેના જવાબમાં કેજરીવાલે ટ્વિટ કર્યુ હતું કે, મહારાષ્ટ્રના સીઆર પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ છે. ભાજપને અધ્યક્ષ બનાવવા એક પણ ગુજરાતી ન મળ્યો. લોકો કહે છે આ માત્ર અધ્યક્ષ નથી, ગુજરાત સરકાર પણ ચલાવે છે. અસલી સીએમ આ જ છે. આ ગુજરાતના લોકોનું અપમાન છે. ભાજપવાળા, ગુજરાતને ગુજરાતી અધ્યક્ષ આપો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch