Fri,26 April 2024,5:46 am
Print
header

રોજ આ શાકનો રસ પીવાથી કોલેસ્ટ્રોલ રહેશે કટ્રોલમાં ! બ્લડપ્રેશર પણ નીચે આવશે

કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરના રોગોને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે, કારણ કે આ બંને રોગોના પ્રારંભિક લક્ષણો દેખાતા નથી. ધીમે-ધીમે આ સમસ્યાઓ શરીરને પોકળ બનાવી દે છે અને જ્યારે વ્યક્તિની તબિયત બગડે છે, ત્યારે આ સમસ્યાઓ ચેકઅપમાં સામે આવે છે. હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા સીધી હૃદય પર અસર કરે છે. જો કોલેસ્ટ્રોલ મર્યાદા કરતાં વધી જાય તો હાર્ટ એટેક અને અન્ય કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવું જરૂરી બની જાય છે. દેશભરમાં કરોડો લોકો કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરની સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે. આ રોગોને કાબૂમાં લેવા માટે લોકો મોંઘી દવાઓ લે છે. જો દવા ન લેવામાં આવે તો સમસ્યા ફરી વધી જાય છે.

તમારા રસોડામાં રાખવામાં આવેલ એક શાક કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરની બીમારીને દૂર કરી શકે છે. આ શાકનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ કોલેસ્ટ્રોલ માટે કરી શકો છો. એક સંશોધનમાં સામે આવ્યું છે કે ટામેટાંનો રસ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરની સમસ્યાથી રાહત અપાવવા માટે ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. ટામેટાંમાં મળતા પોષક તત્વો શરીર સુધી પહોંચે છે અને ધમનીઓમાં જમા થયેલ કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને બીપીને સ્થિર રાખવામાં મદદ કરે છે. ટામેટાંનો રસ આરોગ્ય માટે પણ ઘણો ફાયદાકારક છે.

એક સંશોધનમાં સામે આવ્યું છે કે દરરોજ એક ગ્લાસ ટામેટાંનો રસ પીવાથી કોલેસ્ટ્રોલને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. આ સાથે ટામેટાંનો રસ બ્લડ પ્રેશરની સમસ્યા માટે પણ વરદાન સાબિત થઈ શકે છે.ટામેટાંના રસમાં રહેલા પોષક તત્વો પણ હ્રદય સંબંધી રોગના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકે છે. આનાથી હૃદયના સ્વાસ્થ્યને ઘણી શક્તિ મળે છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar