Fri,26 April 2024,1:43 pm
Print
header

ધ કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને મળી Y કેટેગરીની સુરક્ષા, ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ- Gujarat Post

મુંબઇઃ કાશ્મીરી પંડિતો પરના અત્યાચાર પર બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને મોદી સરકારે Y કેટેગરીની સુરક્ષા આપી છે, જેમાં CRPF ના જવાનો તેમની સુરક્ષા કરશે. ફિલ્મને લઇને દેશમાં જોરદાર રાજનીતિ શરૂ થઇ ગઇ છે, કાશ્મીરી પંડિતો પરના અત્યાચારને વર્ષો પછી ફિલ્મના માધ્યમથી દેશ-વિદેશના લોકોને દેખાડવામાં આવ્યો છે.

કોંગ્રેસે આ ફિલ્મની ટીકા કરીને મોદી સરકારની ઝાટકણી કાઢી છે, આ ફિલ્મના ખુદ વડાપ્રધાન મોદીએ વખાણ કર્યાં છે અને અગ્નિહોત્રી તથા ફિલ્મના કલાકારો પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને મળ્યાં હતા.

કાશ્મીરી પંડિતોની દયનીય હાલત અને સત્ય બતાવનાર વિવેક અગ્નિહોત્રીની જાનને ખતરો હોવાથી તેમને સુરક્ષા પુરી પાડવામાં આવી છે. આ ફિલ્મને અનેક રાજ્યોમાં ટેક્સ ફ્રિ કરી દેવામાં આવી છે અને આજે માત્ર 14 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મ 100 કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થઇ છે, ફિલ્મ પહેલા જ વીકમાં 100 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હજુ આગામી દિવસોમાં પણ ફિલ્મના બુકિંગ થઇ ગયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch