Sun,28 April 2024,2:10 pm
Print
header

તાપી જિલ્લામાં ચૂંટણી બાદ ભાજપે 3 સભ્યો સામે કરી આવી કાર્યવાહી, જાણો શું છે મામલો ?

વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામ કરનારાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં 

તાપીઃ વિધાનસભા ચૂંટણી બાદ ભાજપે એક સાથે 3 સભ્યોને સસ્પેન્ડ કર્યાં હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામ કરનારાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ચૂંટણીમાં રાજકીય પક્ષોમાં ઘણા નેતાઓની ટિકિટ કપાઈ, ઘણા નેતાઓ અપક્ષ ઊભા રહ્યાં, કેટલાકે રાજીનામું આપ્યું. ત્યારે એક એવા નેતાની ચર્ચા છે જે તે પાર્ટીમાં રહીને પાર્ટી વિરુદ્ધ પ્રચાર કરી રહ્યાં છે. રાજ્ય આદિજાતિ મોરચાના સભ્ય મહેશ પટેલ, સંજય સોની, કૌશિક વસાવાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરોધી ગતિવિધિઓને લઈને ભાજપ પાર્ટી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરવા બદલ તાપી જિલ્લા ભાજપના ત્રણ નેતાઓને સસ્પેન્ડ કર્યાં છે.આ લોકોએ ભાજપ ઉમેદવાર વિરુદ્ધ કામ કર્યું હતુ. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પહેલાથી જ કડકાઈ દાખવી છે. અગાઉ અપક્ષમાંથી દાવેદારી નોંધાવનારાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. અનેક નેતાઓની ટિકિટ કાપવામાં આવી હતી. ત્યારે તેમને બળવો કરતા પાર્ટીએ કાર્યવાહી કરી હતી. હવે પક્ષ વિરોધી કામગીરી કરનારાઓ સામે કાર્યવાહી કરાઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch