Fri,26 April 2024,8:19 am
Print
header

સુરતમાં PAAS નેતા અલ્પેશ કથીરિયા પર હુમલો,જાણો વધુ વિગતો- Gujaratpost

કાપોદ્રા પોલીસ સ્ટેશન નજીક કરવામાં આવ્યો હુમલો

હુમલો થતાં મોટા પ્રમાણમાં ટ્રાફિકજામ થઈ ગયો હતો

સુરતઃ પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા પર સુરતમાં હુમલાની ઘટના બની છે. કથીરિયાએ રિક્ષાચાલકને રિક્ષા સરખી ચલાવવાનું કહેતાં ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે લાકડાના ફટકાના ત્રણ ઘા અલ્પેશને ઝીંકી દીધા હતા. આ ઘટના બાદ ટોળું એકત્ર થયું હતું. રિક્ષાચાલકને પકડવા ટોળું તેની પાછળ દોડ્યું, પંરતુ તે ભાગી ગયો હતો. કાપોદ્રા પોલીસ સ્ટેશન નજીક અલ્પેશ કથીરિયા હોસ્પિટલ તરફ જવા નીકળ્યાં હતા. કથીરિયા બાઈક પર સવાર હતા અને તેની આગળ રિક્ષાચાલક રિક્ષા ચલાવી રહ્યો હતો. બેફામ  રિક્ષા ચાલવતા ચાલકને અલ્પેશ કથીરિયાએ રોકીને કહ્યું કે આવી રીતે કેમ રિક્ષા ચલાવે છે. સરખી રીતે ચલાવો. દરમિયાન રિક્ષાચાલકે ઊભો રહે, એમ કહીને રિક્ષામાંથી લાકડાનો ફટકો કાઢી તેને ત્રણ ઘા માર્યાં હતા. અલ્પેશ કથીરિયાને હાથમાં ઈજા થઈ છે.

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર કાપોદ્રા વિસ્તારમાં જ હુમલો થતાં ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યાં હતા. અલ્પેશ કથીરિયાને ઈજાઓ થતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch