Fri,26 April 2024,2:21 pm
Print
header

સુરતમાં બાઇક પાછળ બેઠેલા રાજસ્થાનના વેપારીને આવ્યો હાર્ટ એટેક

સુરત: રાજ્યમાં હાર્ટ અટેકના કેસ વધી રહ્યાં છે, અચાનક આવતા હાર્ટ એટેકને કારણે યુવાનો મોતને ભેટી રહ્યાં છે. સુરતના ખટોદરા વિસ્તારમાં બાઇક પાછળ બેઠેલા કાનજી સિંહ રાજપુત (ઉ.વ 42) નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ વ્યક્તિ ત્રણ દિવસ પહેલા જ રાજસ્થાનનો વેપારી સુરત આવ્યો હતો. જે સુરતથી કાપડ લઇને વેચતો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો છે.

સુરતના કોસાડ ગામમાં નવજાત બાળકની છઠ્ઠીનો પ્રસંગ ચાલી રહ્યો હતો. પરિવાર અને પિતા ખુશીથી મસ્તીમાં નાચી રહ્યાં હતા. આ દરમિયાન પિતા કરણ ઠાકુર નાચતાં નાચતાં અસ્વસ્થ થઇને બેભાઇ થઇ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કરી દીધા હતા. જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં છવાયો હતો. થોડા સમય પહેલા પણ રાજ્યમાં હાર્ટ એટેકના અનેક કેસ સામે આવ્યાંં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch