Sun,05 May 2024,7:32 am
Print
header

સુરતમાં વધુ બે લોકોના હાર્ટએટેકથી મોત, પરિવારજનોમાં છવાયો માતમ

રાજ્યમાં સતત વધી રહ્યાં છે હાર્ટએટેકના કિસ્સા

ગુજરાતમાં હાર્ટએટેકથી અનેક લોકોનાં મોત

સુરતઃ રાજ્યમાં નાની વયે હાર્ટએટેકના કેસો સતત વધી રહ્યાં છે. કોરોના કાળ બાદ નાની વયે હાર્ટએટેકના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. દરમિયાન સુરતમાં વધુ બે લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. બંને મૃતકોને કઈ બીમારી ન હતી. તેમના મોતથી પરિવારજનો આઘાતમાં છે.

સચિન જીઆઇડીસીમાં 36 વર્ષીય આબીદાખાતુંન નામની મહિલા અને કામરેજના 40 વર્ષીય સુશાંત નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું. બંને લોકોને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થતા  પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલ પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યમાં બે દિવસમાં જ હાર્ટએટેકથી 8 લોકોએ જીવ ગુમાવ્યાં હતા. જેમાં પોલીસ જવાન, બિલ્ડર, શ્રમજીવી, વિદ્યાર્થી, ખેડૂતના મોત થયા છે. કોઇ ઘરમાં બેઠા-બેઠા તો કોઇ ગરબા રમતા રમતા મોતને ભેટ્યાં છે. યુવાનોમાં હાર્ટ એટેકની ઘટનાઓ સતત વધી રહી છે. સરકાર અને આરોગ્ય વિભાગ આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરે છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ગરબા રમતા, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતાં કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટએટેક આવતા મોતના કિસ્સાઓ વધી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch