Wed,24 April 2024,2:09 pm
Print
header

ધીરેન્દ્ર શાસ્ત્રીને રૂ. 2 કરોડના હીરા આપવાની વાત કરનારા ડાયમંડના ઉદ્યોગપતિએ લીધો યુ-ટર્ન

સુરતઃ બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીને પેકેટમાં રાખેલા હીરાની સંખ્યા જણાવવાનો પડકાર ફેંકનાર સુરતના હીરા વેપારી હવે મીડિયાથી અંતર રાખી રહ્યાં છે. તે હવે ચેલેન્જ બાદ ઉભા થયેલા વિવાદનો અંત લાવવા માંગે છે. આ અંગે તેમણે પત્ર પણ લખ્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકારનાર હીરાના વેપારી ડરી ગયા છે કે શું ?

ડાયમંડ મર્ચન્ટ જનક બાવરિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવી રહ્યાં છે. તેમનો પહેલો કાર્યક્રમ સુરતના લિંબાયત વિસ્તારમાં છે, જ્યાં તે તેમને મળવા માંગે છે.

હું ધીરેન્દ્ર શાસ્ત્રીની દૈવી શક્તિનો સ્વીકાર કરીશ

આ સાથે જ જનકે શાસ્ત્રીને પડકાર ફેંક્યો અને વીડિયોમાં કહ્યું કે જો તે પોતાના દિવ્ય દરબારમાં બધાની સામે જણાવે કે તેના હાથમાં રાખેલા પેકેટમાં કેટલા હીરા છે, તો તે શાસ્ત્રીની દૈવી શક્તિનો સ્વીકાર કરશે. આ સાથે તેઓ તેમના ચરણોમાં બે કરોડ રૂપિયાના હીરા અર્પણ કરશે.

હવે હીરાના વેપારીએ પત્ર જારી કર્યો

જનક આ ચેલેન્જ પછી લાઈમલાઈટમાં આવ્યાં છે. તે સતત મીડિયા સાથે વાત કરીને પોતાની ચેલેન્જનું પુનરાવર્તન કરી રહ્યાં હતા. હવે હીરાના વેપારીએ પત્ર જારી કર્યો છે. તેમાં તેણે લખ્યું છે કે તેમને ધીરેન્દ્ર શાસ્ત્રીને જે ચેલેન્જ આપી હતી તેને લઈને ઘણો વિવાદ થયો હતો. ગુજરાતમાં આસ્થા અને અંધશ્રદ્ધાને લઈને વિવાદ શરૂ થયો હતો. આ માટે તે માનસિક ત્રાસ સહન કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં હવે તે આ મામલાને ખતમ કરવા માંગે છે.

હીરાના વેપારીએ પોતાના પત્રમાં વધુમાં લખ્યું છે કે, આ વિવાદ બાદ તેને સતત ફોન આવી રહ્યાં છે. આ કારણે તે આ વિવાદનો અહીં જ અંત લાવી રહ્યાં છે. આગામી દિવસોમાં તેઓ મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં જઈને ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch