Fri,26 April 2024,8:24 pm
Print
header

સુરત-બારડોલી હાઇવે પર અકસ્માત, લગ્નમાંથી પરત ફરી રહેલા પરિવારના 6 લોકોનાં મોત

સુરતઃ સુરત-બારડોલી હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. કારની ડમ્પર સાથે ટક્કર થતા કારમાં સવાર 6 લોકોનાં મોત થયા છે. આ ઘટનાની જાણ થતા બારડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.

બારડોલીના તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા પરિવારને સુરત-બારડોલી નેશનલ હાઈવે પર અકસ્માત થયો છે. કાર અને ડમ્પર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 6 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. મૃતક પરિવાર સુરત જિલ્લાના માંડવીનો રહેવાસી છે. કારમાં સવાર 3 મહિલા, 1 પુરુષ, 1 બાળકી, અને 1 બાળકનું મોત થયું છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલીને આગળ કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકોમાં મહેશભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ (ઉ.વ. 42), વનિતાબહેન રમેશભાઈ રાઠોડ (ઉ.વ. 37), નવ્યાબહેન મહેશભાઈ રાઠોડ (ઉ.વ. 12), મેઘાબહેન હર્ષદભાઈ પટેલ (ઉ.વ. 22), તમન્નાબહેન હર્ષદભાઈ પટેલ (ઉ.વ. 16), અક્ષીતકુમાર હર્ષદભાઈ પટેલ (ઉ.વ. 12) નો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં મૃતક મહેશભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ (રહે. માંડવી) રેલવે પોલીસમાં વડોદરા ખાતે ફરજ બજાવતા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch