Sat,27 April 2024,3:57 am
Print
header

સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં સામેલ થવા મોટી સંખ્યામાં ઉમટ્યાં ભક્તો- Gujarat Post

દરબારમાં ભાગ લેવા આવી રહ્યાં છે ભક્તો

સુરતમાં મહાકાય ગદા આકર્ષણનું કેન્દ્ર બની

સુરતઃ આજે બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતમાં દિવ્ય દરબાર યોજાયો છે. લીંબાયતના નીલગીરી મેદાનમાં આ કાર્યક્રમ છે. વહેલી સવારથી જ ભક્તો દિવ્ય દરબારમાં આવવા માંડ્યા હતા. સુરત સહિત અન્ય શહેરોમાંથી પણ ભક્તો બાબાના દર્શન માટે પહોંચ્યા છે. રાજસ્થાન,મધ્યપ્રદેશ,જમ્મુ કશ્મીર,યુપી બિહારથી પણ લોકો દિવ્ય દરબારમાં આવ્યાં છે. 3 લાખથી વધુ ભક્તો દિવ્ય દરબારમાં આવે તેવી સંભાવના છે. સાંજે 5 થી 10 વાગ્યા સુધી દિવ્ય દરબાર  યોજાશે.

સુરતમાં બાગેશ્વર દરબાર જ્યાં યોજાવાનો છે ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં છે. શ્રદ્ધાળુઓ બાબાના સંગતમાં છીએ એટલે ગરમી લાગતી નથી તેવું કહી રહ્યાં છે. હનુમાનજીની મહાકાય ગદા આકર્ષણનું કેન્દ્ર બની છે. લોકો હનુમાન ગદા જોઈ અભિભૂત થઈ રહ્યાં છે.હનુમાન જ્યોત યાત્રા અંતર્ગત મહાકાય ગદા બનાવવામાં આવી છે.

ગઈકાલે સાંજે ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જે બાદ તેઓ અમરાઈવાડીમાં એક શ્રદ્ધાળુના ઘરે ગયા હતા, ત્યાંથી વટવામાં દેવકીનંદન ઠાકુરની કથામાં હાજરી આપી હતી. બાદમાં તેઓ સુરત પહોંચ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch