Sat,27 April 2024,12:12 am
Print
header

મહિલાઓ આવી સમર્થનમાં, 24 ગામોમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં ભાજપની પ્રવેશબંધી- Gujarat post

વિપુલ ચૌધરીના સમર્થનમાં બાસણા અર્બુદા ધામ ખાતે સદભાવના યજ્ઞ, મહાસંમેલન યોજાશે

વિસનગર તાલુકાનાં 24 ગામોમાં ભાજપ માટે પ્રવેશબંધીનાં બેનરો લાગ્યા

વિસનગરઃ પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના સમર્થનમાં વિસનગર તાલુકાના 24 ગામોમાં ભાજપના નેતાઓ કાર્યકરો માટે પ્રવેશબંધીનાં બેનરો લાગ્યા છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં મહિલાઓ રણચંડી બની છે. અર્બુદા સેના તથા આંજણા ચૌધરી સમાજ દ્વારા ભાજપ પ્રવેશબંધીનાં બેનરો લગાવવામાં આવ્યાં છે.  અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડ કરાતા અર્બુદા સેના દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. ચૌધરીના સમર્થનમાં બાસણા અર્બુદા ધામ ખાતે સદભાવના યજ્ઞ તેમજ મહાસંમેલન યોજાશે.આ સંમેલનમાં 50 હજારથી વધુ લોકો ઉમટી પડે તેવો અંદાજ છે. 

અર્બુદા સેના વિસનગર તાલુકા પ્રમુખના જણાવ્યાં અનુસાર વિસનગર તાલુકાના 24 ગામોમાં ભાજપ પ્રવેશબંધીનાં બેનરો લગાવામાં આવ્યાં છે. જ્યાં સુધી અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીને જેલ મુક્ત કરવામાં આવશે નહીં ત્યાં સુધી ભાજપના કોઈપણ નેતા, મંત્રી કે આગેવાનોને ગામમાં પ્રવેશ અપાશે નહીં. 

ગુંજા ગામના આંજણા ચૌધરી સમાજના આગેવાને જણાવ્યું કે, અમારા વિપુલભાઈનો કોઈ ગુનો નથી. એમને ખોટા કેસમાં ફસાવીને  ખોટી રીતે જેલમાં નાખ્યાં છે. ભાજપના આગેવાનો કે નેતાઓ આવશે તો અમારા ચૌધરીનાં ગામોમાં પ્રવેશ કરવા દેવાશે નહીં. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch