Fri,26 April 2024,1:54 pm
Print
header

અચાનક જ આ એપ કેમ આવી ગઈ ચર્ચામાં ? જાણો શું વોટ્સઅપને આપશે ટક્કર ?

નવી દિલ્હીઃ વોટ્સઅપ ફેબ્રુઆરીથી નવી પોલિસી લાવી રહ્યું છે. વોટ્સઅપ પોતાનો ડેટા પોતાની પેરેન્ટ કંપની ફેસબુક સાથે શેર કરશે. વોટ્સઅપમાં પ્રાઈવસીનો અત્યાર સુધી ખાસ ઈસ્યૂં નથી આવ્યો, પરંતુ વોટ્સઅપ ડેટા ફેસબુકને આપવા લાગે તો એ યુઝર્સ માટે જોખમી સાબિત થઈ શકે છે. માર્કેટમાં તેના વિકલ્પ તરીકે કેટલીક એપ આવી ચૂકી છે, જેમાં સૌથી વધારે મજબૂત વિકલ્પ સિગ્નલ છે.

સિગ્નલ નામની એપ વૉટ્સઅપની માફક મેસેજિંગની જ સુવિધા આપે છે. વોટ્સઅપના વિવાદ પછી સિગ્નલે ટ્વીટ કરી હતી કે, યુઝર્સ અમારો ઉપયોગ કરે, અમે કોઈ સાથે ડેટા શેર નથી કરવાના. સિગ્નલે સીધી રીતે કશું કહ્યાં વગર વિગતો શેર કરી હતી કે વૉટ્સઅપ તમારો કેટલો ડેટા લીક કરે છે, ફેબબુક કેટલો ડેટા લીક કરે છે અને સિગ્નલ પોતે કોઇ ડેટા લીક નથી કરતું. વળી ટેસ્લા મોટર્સના સ્થાપક સંશોધક અને ઉદ્યોગપતિ ઈલોન મસ્કે જાહેર કર્યું કે હું તો વૉટ્સઅપને બદલે સિગ્નલ વાપરીશ. એ પછી દુનિયાભરમાં લાખો લોકોએ સિગ્નલ ડાઉનલોડ કરવાની શરૂઆત કરી હતી. સિગ્નલનું સર્વર પણ તેનાથી જામ થયુ હતું. વૉટ્સઅપ વર્સિસ સિગ્નલનો ટ્વિટર પર જંગ શરૂ થયો હતો.

સિગ્નલ ફાઉન્ડેશને આ એપ તૈયાર કરી છે

ફેસબુકને વોટ્સએપ વેચ્યા બાદ કો-ફાઉન્ડર બ્રાયન એક્ટને સિગ્નલ ફાઉન્ડેશન બનાવ્યું. ફેસબુક મેસેન્જરની જેમ જ આ પણ એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે જેને વિશ્વમાં સૌથી વધારે સિક્યોર ગણવામાં આવે છે.

Signal App અને WhatsAppમાં શું ફેર છે ?

Signal App યૂઝરનો કોઈપણ પ્રકારનો ડેટા કલેક્ટ નથી કરતું જ્યારે WhatsAppએ હવે યૂઝરનો ડેટા જમા કરવાનું શરૂ કર્યું છે. સિગ્નલ એપ માત્ર યૂઝરનો મોબાઈલ નંબર લે છે જ્યારે વોટ્સએપ ફોન નંબર, કોન્ટેક્ટ લિસ્ટ, લોકેશન, મેસેજ જેવા તમામ ડેટા મેળવે છે. સિગ્નલ એપ તમારા મોબાઈલ નંબરને ઓળખ સાથે નથી જોડતી જ્યારે વોટ્સએપ જે ડેટા જમા કરે છે તેનાથી યૂઝરની પ્રોફાઈલ તૈયાર થઈ જશે. Signal Appમાં એક બીજા સાથે વાતચીતનો સ્ક્રીનશોટ પણ ન લઈ શકાય જ્યારે WhatsAppમાં આ શક્ય છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch