Fri,26 April 2024,9:33 am
Print
header

શિલ્પા શેટ્ટીની વધશે મુશ્કેલી, હવે લખનઉ પોલીસ પણ કરશે તપાસ

લખનઉઃ બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા હાલ પોર્ન કેસમાં જેલમાં બંધ છે. દરમિયાન અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પણ મુશ્કેલી વધી શકે છે.માત્ર શિલ્પા જ નહીં તેની માતાની પણ લખનઉ પોલીસ પૂછપરછ કરશે.વેલનેસ સેન્ટરના નામે થયેલી ઠગાઈના મામલે લખનઉ પોલીસ માતા-પુત્રીની પૂછપરછ કરશે.

આયોસિસ સ્લિમિંગ સ્કિન સલૂન તથા સ્પાના નામે શિલ્પા શેટ્ટી તથા તેની માતા સુનંદા શેટ્ટીએ કંપની ખોલી હતી.તેની શાખા ખોલવાના નામે કંપનીના અધિકારીઓ દ્વારા અનેક લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઉપરાંત સેન્ટરની ફ્રેન્ચાઇઝી આપવાના નામે કરોડો રૂપિયા વસૂલ્યા હતા. સેન્ટર ખોલવાના નામે કંપનીના લોકોએ બોગસ દસ્તાવેજોને આધારે સામાન મોકલીને તેના પણ રૂપિયા ખંખેર્યાં હતા. સેન્ટરના ઉદઘાટનમાં સેલિબ્રિટી આવવાની વાત કરી હતી પરંતુ થોડા સમય પહેલા જ વાયદામાંથી ફરી ગયા હતા. પીડિત મુજબ કંપનીએ તેમને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. જે બાદ મા-દીકરી સામે ફરિયાદ કરવાનું મન બનાવ્યું હતું.

આ મામલે વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં ઓમેક્સ હાઇટ્સ નિવાસી જ્યોત્સના ચૌહાણ અને હજરતગંજ પોલીસ સ્ટેશનમાં રોહિતવીર સિંહે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન શિલ્પા તથા તેની માતા સુનંદાની ભૂમિકા સામે આવી છે.  તપાસમાં બંનેની ભૂમિકા સ્પષ્ટ થયા બાદ ધરપકડ પણ કરવામાં આવી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch