Fri,26 April 2024,6:48 pm
Print
header

ખરતાં વાળને રોકવાનો એકદમ અસરકારક ઉપાય, શેમ્પૂ કરતી વખતે બસ આ વસ્તુઓ કરો મિક્સ

અત્યારે ઘર ઘરમાં હેરફોલની સમસ્યા વધી ગઇ છે, આપણી જ બેદરકારીઓને કારણે વાળને લગતી સમસ્યાઓ એટલી હદે વધી ગઈ છે કે ભાગ્યે જ કોઈ એવું હશે, જેને વાળની કોઈ સમસ્યા નહીં હોય, જેને કંટ્રોલ કરવા માટે લોકો અનેક પ્રયાસ કરે છે, તેમ છતાં રિઝલ્ટ મળતું નથી, પણ આજે અમે તમને અસરકારક ઉપાય જાણો, તેનાથી ચોક્કસ ફાયદો થશે.

શેમ્પૂ બનાવવાની રીત

8-10 લસણની કળીઓ લઈને તેને છોલીને પાણીમાં સરખી રીતે ધોઈ લો, ત્યાર પછી લસણની કળીને પીસીને પેસ્ટ બનાવી લો, પછી તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટને થોડી પાતળી કરી દો, આ પેસ્ટમાં એક ચમચી ઓલિવ ઓઈલ, થોડાં પિપરમિંટના ટીપાં અને ટી ટ્રી ઓઈલના ટીપાં મિક્સ કરો, પછી આ બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લો, તૈયાર પેસ્ટને 250 એમએલના કોઈ ઓર્ગેનિક શેમ્પૂની સાથે મિક્સ કરીને કોઈ બોટલમાં ભરી દો. આ શેમ્પૂને તમે સપ્તાહમાં 2 વાર ઉપયોગ કરી શકો છો.

ફાયદા

લસણના શેમ્પૂનો ઉપયોગ હેયર ફોલની સમસ્યા દૂર કરે છે, તેનાથી વાળ ઘાટ્ટા અને મજબૂત બને છે, તેનાથી પાતળા હેરની સમસ્યા પણ દૂર થાય છે, લસણમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે, જેથી આ શેમ્પૂ વાપરવાથી ડેન્ડ્રફની સમસ્યા કરે છે, આ સાથે વાળમાં ખુજલી કે ઈન્ફેક્શન અને ફંગલ થવાની સમસ્યા પણ દૂર થાય છે અને સ્કેલ્પ હેલ્ધી બને છે. 

લસણનું શેમ્પૂ વાળના મૂળમાં રહેલાં ટોક્સિન્સ નીકાળે છે, તેનાથી માથાનું બ્લડ સર્ક્યુલેશન સુધરે છે, જેથી વાળ લાંબા થવામાં પણ મદદ મળે છે, જેનાથી વાળની શાઈનિંગ વધે છે, પરંતુ તમારા વાળ સારાં કરવા અને ખરતાં રોકવા માટે આટલું તો સહન કરવું પડશે. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar