Sat,27 April 2024,12:05 am
Print
header

સાબરકાંઠામાં વહેલી સવારે ચોમાસાનું આગમન, વડાલીમાં 2.50 ઇંચ, વિજયનગરમાં 1 ઈંચ વરસાદ - Gujarat Post

સાબરકાંઠાઃ વહેલી સવારે વરસાદનું આગમન થતા ખેડૂતો અને સ્થાનિકોમાં આનંદ છવાયો હતો.અહીના અનેક વિસ્તારોમાં અચાનક જ ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો હતો. પવન અને વિજળીના ચમકારા સાથે વરસાદ વરસવા લાગતા ગરમી ભર્યા માહોલમાં રાહત મળી છે. વડાલીમાં અઢી ઈંચ અને વિજયનગરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના ભિલોડા, માલપુર અને મોડાસાના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. કાળઝાળ ગરમી અને પાણીની સમસ્યાને લઈને લોકો વરસાદની રાહ જોઇ રહ્યાં હતા.ચોમાસાની શરુઆત થઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જો કે આ વરસાદ ખેતી લાયક નથી, નવું વાવેતર કરવા ખેડૂતોએ હજુ થોડી રાહ જોવી પડશે.

સાબરકાંઠા જિલ્લાના છ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વડાલી તાલુકામાં અઢી ઈંચ, વિજયનગરમાં એક ઈંચ અને પોશીનામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. ઈડરમાં 8 મીમી, ખેડબ્રહ્મામાં 05 મીમી, હિંમતનગરમાં 03 મીમી વરસાદ વરસ્યો છે. હિંમતનગરના પૂર્વ પટ્ટાના વિસ્તારના કેટલાક ગામડાઓમાં વરસાદ થયો છે.હિંમતનગર શહેરના કાંકણોણ અને બેરણા રોડ પરના વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch