Fri,26 April 2024,2:35 pm
Print
header

લૉકડાઉનમાં કેરીની આ રેસિપી ટ્રાય કરો, ડાઉન કરશે ગરમીનો પારો

લૉકડાઉનમાં ઘરે જ ટ્રાય કરી શકો છો કેરીની રેસિપી, ઉનાળાની કાળઝાળ ગરમીથી તમે સૌ પરેશાન છો તો આ સમયે તમે ઘરે બેઠાં ગરમીથી રાહત મેળવી શકો તે માટે તમે કાચી કેરીનો બાફલો બનાવી શકો છો. બાફલો બનાવવાનું ખૂબ જ સરળ રીત છે. કાચી કેરીની સાથે ઘરની કેટલીક ચીજો મિક્સ કરીને તમે ફટાફટ તેને બનાવી શકો છો અને ગરમીથી રાહત મેળવી શકો છો. 

કેરીનો બાફલો 

સામગ્રી

સાત મધ્યમ સાઈઝની કાચી કેરી
પોણો કપ પાણી
બે ટેબલ સ્પૂન શેકીને પાવડર કરેલું જીરુ
એક ટેબલ સ્પૂન લાલ મરચાનો પાવડર
દોઢ ટેબલ સ્પૂન મીઠું
પાંચ ટેબલ સ્પૂન ઝીણો સમારેલો ફૂદીનો 
ક્રશ કરેલા આઈસ ક્યૂબ
ઠંડું પાણી
ખાંડ સ્વાદાનુસાર 

રીત

સૌપ્રથમ કાચી કેરીને છોલી લો અને તેના કટકા કરીને ગરમ પાણીમાં બાફી લો. દસ મીનિટ સુધી ઉકાળો. હવે કેરી ચઢી જાય એટલે તેને ઠંડી થવા દો.એક અન્ય વાસણમાં જરૂર પ્રમાણેની ખાંડ, મીઠું, મરી પાવડર, સંચળ પાવડર અને જીરૂ પાવડર ઉમેરો. તેને સુંવાળું થાય ત્યાં સુધી ફેંટી લો.હવે તેમાં ઝીણો સમારેલો ફૂદીનો ઉમેરો અને ફરીથી મિક્સ કરો. હવે તેમાં કાચી કેરીને ક્રશ કરીને મિક્સ કરો. તૈયાર થયેલા આમના બાફલાને એક જગમાં ભરી લો. હવે જ્યારે ઈચ્છા થાય ત્યારે તેમાં ઠંડું પાણી અને આઈસ ક્યૂબ મિકસ કરીને તેની મજા માણો. તેનાથી ગરમી સામે રક્ષણ મળે છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar