Mon,29 April 2024,2:11 am
Print
header

જસદણમાં કારે બાઈકને અડફેટે લેતા અકસ્માત, મામા-બે માસૂમ ભાણેજનાં મોતથી પરિવારમાં આક્રંદ

રાજકોટઃ જસદણના બાખલવડ ગામ નજીક રાત્રે કાર અને બાઈક વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં મામા અને તેમની બે માસુમ ભાણેજના કમકમાટીભર્યાં મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. મામા અને બે ભાણેજ બાઇક પર આંટો મારવા નીકળ્યાં હતા. તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.

જસદણના બાખલવડ ગામ નજીક બાઇક પર જઇ રહેલા મામા અને બે ભાણેજને કારે અડફેટે લેતા ત્રણેયનાં મોત થતા પરિવારોમાં માતમ છવાયો છે. આ અકસ્માતમાં અજય ભાઇ સદાસિયા (ઉ.વ-30), માહિ રણછોડભાઇ ઓળકિયા (ઉ.વ-4) નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

કિંજલ રણછોડભાઇ ઓળકિયા (ઉ.વ-8) ને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જો કે સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું.

આ ઘટનાની જાણ થતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. પરિવારના બે સભ્યોનાં મોત થતા કલ્પાંત કર્યો હતો. ત્યાં હાજર લોકોએ 108ને જાણ કરીને મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch