Fri,26 April 2024,1:36 pm
Print
header

સુરતમાં 60 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત, રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 136 પર પહોંચી

ફાઇલ ફોટો 

સુરતઃ રાજ્યમાં ફરીથી કોરોનાના કેસોમાં વધારો થવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 30 કેસ નોંધાયા હતા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મોત થયું છે. વૃદ્ધાને કોરોનાના લક્ષણો બાદ 4 માર્ચે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બુધવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ ગુરુવારે સવારે મહિલાનું મોત થયું હતું. તેમને ડાયાબિટીસ, બલ્ડપ્રેશર અને કિડનીની બિમારી હતી. વૃદ્ધાને વેક્સીન લીધી ન હતી. તેમના પરિવારના સભ્યોના રિપોર્ટ નેગેટીવ આવ્યાં છે.

દેશમાં H3N2ના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં મોતને ભેટનાર મહિલાના H3N2 વાયરસ હોવાની આશંકા છે. હાલ તો સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યાં છે. રિપોર્ટ આવ્યાં બાદ જાણ થશે. સુરતમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 નવા કેસ નોંધાયા હતા. એક્ટિવ કેસની સંખ્યા 136 હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં 2 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓની વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

અમદાવાદમાં કોરોનાના 79 કેસો એક્ટિવ છે. જેમાં જોધપુર, સેટેલાઈટ, થલતેજ, નવરંગપુરા, વસ્ત્રાપુર, વાસણા, પાલડી વિસ્તારોમાં આ દર્દીઓ છે. વાયરલ ઇન્ફેક્શનના કેસો વધ્યાં છે. જેમાં શરદી, ખાંસી, તાવ અને ગળું પકડાઈ જવાની ફરિયાદો આવી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch