Fri,26 April 2024,6:10 pm
Print
header

આર્યન ડ્રગ્સ કેસઃ અનન્યા પાંડેની થઇ પૂછપરછ, ફોન સહિતની વસ્તુઓ જપ્ત

આર્યને પિતા શાહરૂખ ખાન સામે માંગી માફી 

મુંબઇઃ આર્યન ખાન ડ્રગ્સ કેસમાં  NCB ના અધિકારીઓ આજે શાહરૂખ ખાનના ઘરે મન્નત નોટિસ આપવા ગયા હતા. આ નોટિસમાં લખવામાં આવ્યું હતું કે આર્યન ખાન પાસે અન્ય કોઇ ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય તો તેને NCB ને સોંપી દે. એનસીબીના અધિકારી વીવી સિંહ શાહરૂખના ઘરે ગયા છે. તેમના કહેવા મુજબ તપાસ સાથે સંબંધિત કેટલુક પેપર વર્ક બાકી હતુ, જે તે પૂર્ણ કરી રહ્યાં છે.

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નવા ખુલાસાઓ સાથે તપાસ આગળ વધી રહી છે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની (NCB) ટીમ આજે અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે પહોંચી હતી. તેને આજે જ પૂછપરછ માટે હાજર થવા સમન્સ પાઠવ્યું હતુ અને તેની પૂછપરછ કરાઇ છે, આવતીકાલે પણ તેને બોલાવાઇ છે. અનન્યા આર્યનના વોટ્સએપ ચેટ સાથે જોડાયેલી હોવાની ચર્ચા છે. તેનો ફોન NCB દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. 

આર્યન તેના પિતાને જોઈને રડવા લાગ્યો

શાહરૂખ ખાન આર્યનને મળવા આર્થર રોડ જેલમાં ગયો હતો. કાચની દીવાલ સામે બેસીને બંનેએ ઇન્ટરકોમ દ્વારા વાત કરી હતી. આર્યન તેના પિતાને જોઈને રડી રહ્યો હતો. આર્યન જેલમાં છે ત્યારથી શાહરુખ અને ગૌરી ખૂબ જ પરેશાન છે. બંને વચ્ચે 15 મીનિટ વાત થઇ હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch