Sat,27 April 2024,9:35 am
Print
header

લોરેન્સ બિશ્નોઈનો મોટો ખુલાસો- મારા કહેવા પર જ ગોલ્ડીએ કરાવી સિદ્ધુ મુસેવાલાની હત્યા- Gujarat Post

(સિદ્ધુ મુસેવાલાની ફાઈલ તસવીર)

  • ત્રણ મહિના પહેલા મુસેવાલાની હત્યાનું ઘડવામાં આવ્યું હતુ કાવતરું
  • લોરેન્સની ગેંગના શાર્પ શૂટરો તકની શોધમાં હતા 
  • મુસેવાલાની હત્યા બાદ ઉત્તર ભારતમાં ગેંગવોરની શક્યતા

લુધિયાણાઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની પૂછપરછ દરમિયાન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ મોટો ખુલાસો કર્યો. લોરેન્સે કહ્યું, તેના કહેવા પર જ કેનેડામાં બેઠેલા ગોલ્ડીએ સિદ્ધુ મુસેવાલાની હત્યા કરી નાખી છે. હત્યાનું કાવતરું ત્રણ મહિના પહેલા ઘડવામાં આવ્યું હતું. લોરેન્સની ગેંગના શાર્પ શૂટરો તકની શોધમાં ફરતા હતા.

સ્પેશિયલ સેલે લોરેન્સ બિશ્નોઈ અને રોહિત મોઈને પાંચ દિવસના રિમાન્ડ પર લીધા હતા. બુધવારે સ્પેશિયલ સેલના પોલીસ કમિશનર એચજીએસ ધારીવાલ અને ડીસીપી રાજીવ રંજને લોરેન્સ બિશ્નોઇની કલાકો સુધી પૂછપરછ કરી હતી.જેમાં તેણે ખુલાસો કર્યો કે 7 ઓગસ્ટે મોહાલીમાં તેની ગેંગે વિકી મિડ્ડુખેરાની હત્યા કરી હતી.

  • હત્યાનું કારણ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો કરોડોનો બિઝનેસ
  • લોરેન્સની કડક સુરક્ષા હેઠળ રોહિણીમાં સ્પેશિયલ સેલની ઓફિસમાં પૂછપરછ
  • સીસીટીવી કેમેરાથી દરેક હિલચાલ પર રખાઈ રહી છે નજર

વિકીની હત્યાનો આરોપી સિદ્ધુ મુસેવાલાના ઘરે રહેતો હતો. તેનો બદલો લેવા માટે મુસેવાલાની હત્યા કરવામાં આવી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે સિદ્ધુ મુસેવાલા દવિંદર બામ્બિહાને ટેકો આપી રહ્યો હતો. તે પોતાના દરેક ગીતમાં બામ્બિહાનો ઉલ્લેખ કરતો હતો. હત્યાનું કારણ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો કરોડો રૂપિયાનો બિઝનેસ છે.

સ્પેશિયલ સેલના એક અધિકારીએ જણાવ્યું કે,સિદ્ધુ મુસેવાલાની હત્યાનું ષડયંત્ર ત્રણ મહિના પહેલા રચવામાં આવ્યું હતું. બિશ્નોઈએ ગોલ્ડી સાથે વાત કરી અને સિદ્ધુનો ખેલ ખતમ કરવા કહ્યું હતુ. મુસેવાલાની હત્યા બાદ ઉત્તર ભારતમાં ગેંગવોરની શક્યતા વધી ગઇ છે. આવી સ્થિતિમાં લોરેન્સની કડક સુરક્ષા હેઠળ રોહિણીમાં સ્પેશિયલ સેલની ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી છે. ઓફિસમાં 24 કલાક 80 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યાં છે. જેમાં સ્પેશિયલ સેલના પોલીસ કર્મીઓ, રોહિણી સ્પેશિયલ સ્ટાફ અને દિલ્હી પોલીસના કમાન્ડોનો સમાવેશ થાય છે. સીસીટીવી કેમેરાથી અહીં નજર રાખવામાં આવી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch